આદિત્ય નારાયણ અને નેહા કક્કડના લગ્નમાં કાર્તિક કોના પક્ષમાં હાજરી આપશે?
નેહા કક્કડ અને કાર્તિક આર્યન
કાર્તિક હાલમાં જ તેની ‘લવ આજ કલ 2’ને પ્રમોટ કરવા માટે આ શોમાં ગયો હતો. આ શોમાં તેને જ્યારે નેહા અને આદિત્યના લગ્ન વિશે ખબર પડી ત્યારે તે કોના પક્ષમાંથી હાજરી આપે એ તેના માટે મોટો સવાલ હતો. કાર્તિક અને આદિત્ય સારા મિત્રો છે. તેમ જ નેહા અને કાર્તિક પણ સારા મિત્રો છે. નેહાના ભાઈ ટોની કક્કડ સાથે પણ કાર્તિકની સારી દોસ્તી છે. આથી નેહા ઇચ્છે છે કે તે છોકરીના પક્ષમાં હાજરી આપે. જોકે કાર્તિકે બન્નેના પક્ષમાં રહેવાની વાત કહી હતી.
ADVERTISEMENT
કુમાર સાનુએ નેહાને આપ્યું શગુન
‘ઇન્ડિયન આઇડલ ૧૧’માં કુમાર સાનુએ આદિત્ય નારાયણની સાઇડથી નેહા કક્કડને શગુનની ચુનરી ભેટ કરી હતી. તેઓ ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન કરી રહ્યાં હોવાની ચર્ચા છે. આ ચર્ચાને પગલે કુમાર સાનુએ નેહાને રેડ ચુનરી ભેટ કરી હતી. આ ભેટ આપ્યા બાદ કુમાર સાનુએ ‘ઓઢલે ચુનરિયા તેરે નામ કી’ ગીત પણ ગાયું હતું અને સ્પર્ધકોએ એમાં તેમને સાથ પણ આપ્યો હતો.