ભાઈબીજ પર કાર્તિક આર્યન બહેનને લાગ્યો પગે, આ રીતે મળ્યા આશિષ

Published: Oct 29, 2019, 13:13 IST | મુંબઈ ડેસ્ક

કાર્તિક આર્યન જાન્હવી કપૂર સાથે 'દોસ્તાના 2' પણ કરી રહ્યો છે. આ રીતે કાર્તિક આર્યન આગામી સમયમાં ફિલ્મોના મામલે ઘણાં મોટા ધમાકા કરવાનો છે.

આજે આખા દેશમાં જ્યાં ભાઇબીજ ધૂમધામથી ઉજવવામાં આવે છે, અને બોલીવુડમાં પણ ભાઇબહેન આ રીતે તહેવાર ઉજવી રહ્યા છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને ભાઈબીજના અવસરે પોતાની બહેન સાથે એક તસવીર શૅર કરી છે. કાર્તિક આર્યનની આ તસવીર ખૂબ જ સરસ છે, આ તસવીરમાં તે પોતાની બહેન કૃતિકા તિવારી સાથે ભાઈબીજ સેલિબ્રેટ કરી રહ્યો છે, અને બહેનને પગે લાગતો જોવા મળે છે. એટલું જ નહીં, કાર્તિક આર્યનની બહેન તેને આશીર્વાદ પણ આપે છે. કાર્તિક આર્યન અને તેની બહેનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, અને તેનો આ અંદાજ લોકો ને પસંદ પણ આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

My Sister has the best brother in the world 😁 She always says this...not me😂 @dr.kiki_ भाई दूज मुबारक ❤

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onOct 28, 2019 at 10:09pm PDT

કાર્તિક આર્યને ભાઈબીજની આ તસવીર શૅર કરતાં લખ્યું છે કે, "મારી બહેનનો ભાઈ આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. હું નહીં તે હંમેશાં કહે છે. ભાઈબીજની શુભેચ્છાઓ." આ રીતે કાર્તિક આર્યને બહેનના બહાને પોતાના વખાણ પોતે જ કરી દીધા છે. પણ કાર્તિક આર્યન અને કૃતિકા તિવારીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, અને ચાહકોને પણ ભાઈ બહેનની આ બૉન્ડિંગ પણ સરસ લાગી રહી છે. આમ પણ કાર્તિકને નેશનલ ક્રશ કહેવામાં આવે છે, અને આ તસવીર પર તો તેના ચાહકો મન મૂકીને તેના વખાણ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

👸🏻👑👸🏻 #PatiPatniAurWoh 👫💃🏻 Thank you @abujanisandeepkhosla for an epic night 🔥

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onOct 17, 2019 at 8:41am PDT

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

કાર્તિક આર્યન આગામી સમયમાં 'પતિ પત્ની ઓર વો'માં જોવા મળશે. જેના પછી તેની ફિલ્મ 'લવ આજકલ 2' આવવાની છે, જેમાં તેની સાથે સારા અલી ખાન હશે. એટલું જ નહીં, કાર્તિક આર્યન જાન્હવી કપૂર સાથે 'દોસ્તાના 2' પણ કરી રહ્યો છે. આ રીતે કાર્તિક આર્યન આગામી સમયમાં ફિલ્મોના મામલે ઘણાં મોટા ધમાકા કરવાનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK