પત્ની અને વો વચ્ચે ફસાયા કાર્તિક આર્યન, મજેદાર છે પતિ પત્ની ઔર વોનું ટ્રેલર

Updated: Nov 04, 2019, 14:54 IST | મુંબઈ

ફિલ્મ પતિ પત્ની ઔર વોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કાર્તિક આર્યન ફિલ્મમાં પત્ની અને વો વચ્ચે ફસાયેલા જોવા મળે છે.

પતિ, પત્ની ઔર વો
પતિ, પત્ની ઔર વો

કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની ફિલ્મ પતિ પત્ની ઔર વોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમ તો ફિલ્મના ટાઈટલ પરથી પહેલાથી જ સમજમાં આવી ગયું હતું કે કાર્તિક ફિલ્મમાં પત્ની અને વો વચ્ચે ફસાતા નજર આવશે. ટ્રેલરમાં પણ કાર્તિકને પત્ની અને વો વચ્ચે ફસાતો બતાવવામાં આવ્યો છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ચિંટૂ ત્યાગી, અસલી નામ અભિનવ ત્યાગી, એટલે કે કાર્તિકના પિતા તેમના લગ્ન જલ્દી કરાવી દે છે. ચિંટૂના લગ્ન થાય છે વેદિકા ત્રિપાઠી એટલે કે ભૂમિ ત્રિવેદી સાથે. ચિંટૂનું લગ્નજીવન બરાબર જ ચાલતું હોય છે કે તેની ઑફિસ અને લાઈફમાં એન્ટ્રી મારે છે તપસ્યા એટલે કે અનન્યા પાંડે. અને અહીં જ ચિંટૂ ત્યાગીની મેરિડ લાઈફમાં ટ્વિસ્ટ આવે છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ચિંટૂ પોતાની પત્નીને પણ બહુ જ પ્રેમ કરે છે, પરંતુ તપસ્યાને પણ પસંદ કરવા લાગે છે. આ બધી ચીજોના કારણે તેની લાઈફમાં ખૂબ જ ડ્રામાં થાય છે. ફિલ્મમાં કાર્તિક, ભૂમિ અને અનન્યાની સાથે અપારશક્તિ ખુરાના પણ છે જે કાર્તિકના મિત્રના રોલમાં છે. ટ્રેલરમાં કેટલાક મજેદાર ડાયલૉગ પણ છે જે તમને હસાવવા માટે કાફી છે.

આ પણ જુઓઃ અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

કુલ મળીને કહીએ તો પતિ, પત્ની ઔર વોનું ટ્રેલર મજેદાર છે. હવે આ ત્રણેય તેમને ઈમ્પ્રેસ કરી શકશે કે નહીં તે તો તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK