Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IIFA:કયા કારણે કાર્તિકે કેટરીનાને પગે લાગીને માગી માફી, જુઓ વીડિયો

IIFA:કયા કારણે કાર્તિકે કેટરીનાને પગે લાગીને માગી માફી, જુઓ વીડિયો

05 March, 2020 06:23 PM IST | Mumbai Desk

IIFA:કયા કારણે કાર્તિકે કેટરીનાને પગે લાગીને માગી માફી, જુઓ વીડિયો

કાર્તિક આર્યને કેટરીનાના પગ પકડીને માગી માફી

કાર્તિક આર્યને કેટરીનાના પગ પકડીને માગી માફી


કાર્તિક આર્યન બોલીવુડ એક્ટર્સની નવી પેઢીનો સૌથી એક્ટિવ અભિનેતાઓમાંનો એક છે. કાર્તિકનો રસપ્રદ મિજાજ ઘણીવાર ફિલ્મી ઇવેન્ટ્સમાં જોવા મળે છે. બુધવારે મોડી સાંજે મુંબઇમાં થયેલી પ્રેસ કૉન્ફરેન્સમાં પણ કાર્તિક આર્યનનો કંઇક આવો જ અંદાજ જોવા મળ્યો, જ્યારે તે બધાંની સામે સ્ટેજ પર સીનિયર અભિનેત્રી કેટરીના કેફને પગે લાગ્યો. કોઇને અંદાજો પણ ન હતો કે કાર્તિક આવું કંઇક કરશે. તેથી જોનારા પણ ચોંકી ઉઠ્યા.

આઇફા આયોજકોએ અવૉર્ડ સેરેમનીની માહિતી આપવા માટે પ્રેસ કૉન્ફરેન્સ રાખી હતી, જેમાં કેટરીના કેફ, કાર્તિક આર્યન અને દીયા મિર્ઝા સામેલ થઈ હતી. કાર્તિક ઇવેન્ટમાં થોડો મોડો પહોંચ્યો. જ્યારે પ્રેસ કૉન્ફરેન્સ શરૂ થઈ તો કેટરીનાએ મજાક કરતાં કહ્યું કે કાર્તિક સૌથી પહેલા તમારી મોડા આવવા માટે માફી માગવા ઇચ્છે છે. આ સાંભળતાં જ કાર્તિકે મોડું ના કરતાં કેટરીનાને પગે લાગીને માફી માગી લીધી અને કહ્યું કાલે રણવીર બધાને પગે લાગ્યો હતો. આજે હું તમને પગે લાગી લઉં છું. કાર્તિક પ્રેસ કૉન્ફરન્સમાં હાથમાં પટ્ટી બાંધી સ્લિંગ લગાડીને પહોંચ્યો હતો. બુધવારે સવારે જ કાર્તિકની એક સર્જરી થઈ હતી.



 
 
 
View this post on Instagram

At #iifa2020 #SiddharthKannan #KartikAaryan #katrinakaif

A post shared by yogen shah (@yogenshah_s) onMar 4, 2020 at 3:52am PST


આમ તો આ નજારો સોમવારે પણ જોવા મળ્યો હતો, જ્યારે રણવીર સિંહ સાર્વજનિક રૂપે અક્ષય કુમાર અને અજય દેવગનને પગે લાગ્યો હતો. હકીકતે, સૂર્યવંશીના ટ્રેલર લૉન્ચમાં રણવીર મોડો પહોંચ્યો હતો, જ્યારે બન્ને સીનિયર એક્ટર અને કેટરીના કૅફ પહેલા પહોંચી ગયા હતા. જ્યારે આને લઈને અક્ષય અને અજયે સ્ટેજ પર રણવીરની ટાંગ ખિંચાઇ કરી તો તેણે તરત જ પગ પકડીને માફી માગી લીધી હતી. જો કે, તે સમયે કેટરીનાને ઇગ્નોર કરી દેવામાં આવી હતી. અહીં કાર્તિકે રણવીરની જગ્યા ભરી દીધી. ઇવેન્ટમાં કાર્તિક અને કેટરીના કૅફે લવ આજ કલના એક ગીત પર ડાન્સ પણ કર્યું.


 
 
 
View this post on Instagram

When Kartik Aaryan is in the house, doing this step is mandatory! ? . . #IIFA #IIFA2020 #CreateInspire

A post shared by IIFA Awards (@iifa) onMar 4, 2020 at 3:53am PST

આ પણ વાંચો : તૈમૂર પછી સોશિયલ મીડિયા પર વાયરલ, દીપિકાની પદ્માવત લૂકવાળી ડૉલ્સ

કાર્તિકની આ વર્ષની પહેલી ફિલ્મ લવ આજ કલ રિલીધ થઈ હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી નહીં, પણ કાર્તિક અને સારા અલી ખાનના કામના વખાણ થયા. કાર્તિક હાલ ભૂલ-ભુલૈયા2ની શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની સાથે કિયારા અડવાણી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 06:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK