હિમાચલ પ્રદેશમાં શૂટિંગ દરમિયાન કાર્તિક-સારા આ રીતે એક સાથે સમય વિતાવે છે

Published: Jun 24, 2019, 18:16 IST

સારા અને કાર્તિકની હિમાચલ પ્રદેશની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં સારા અને કાર્તિક એકસાથે ક્યુટ લાગી રહ્યા છે.

કાર્તિક આર્યન સાથે સારા અલી ખાન
કાર્તિક આર્યન સાથે સારા અલી ખાન

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલમાં હિમાચલ પ્રદેશમાં ફિલ્મ લવ આજ કલ 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન સારા અને કાર્તિક હિમાચલની સુંદર પહાડીઓ પર આનંદ માણી રહ્યા છે. લોકોની અટેન્શનથી બચવા માટે બન્ને મોઢું છુપાવીને ફરતાં પણ જોવા મળે છે. હવે સારા અને કાર્તિકની હિમાચલ પ્રદેશની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં સારા અને કાર્તિક એકસાથે ક્યુટ લાગી રહ્યા છે.

નદી કિનારે સુંદર લોકેશનનો આનંદ માણતાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન. ફિલ્મની રિલીઝ પહેલા કાર્તિક આર્યન અને સારા અલી ખાનની જોડી હિટ થઇ ગઈ છે એ કહીએ તો એમાં કશું ખોટું નથી લાગતું. બન્ને બી-ટાઉનના મોસ્ટ પોપ્યુલર કપલ બની ગયા છે.

ફિલ્મમેકર્સ પણ સારા અલી ખાન અને કાર્તિક આર્યની હિટ પેરિન્ગનું કેશ કરવા માગે છે. પણ આમાં સૌથી પહેલી બાજી ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીએ મારી છે. સારા અને કાર્તિકની સાથે કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

કહેવાય છે કે હિમાચલ પ્રદેશમાં ફિલ્મની શૂટિંગ 24 જૂનથી શરૂ થઈ. સૂત્રો પ્રમાણે હિમાચલ પ્રદેશના સૌથી સુંદર લોકેશન્સ પર શૂટિંગ નક્કી કરાઇ છે., સારા અને કાર્તિકની ડેટિંગની પણ ચર્ચા છે. જો કે તેમણે પણ કેટલીય વાર જણાવ્યું છે કે બન્ને એકબીજાને કેટલું પસંદ કરે છે.

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં સારા અલી ખાન અને કાર્તિક આર્યન સિવાય રણદીપ હુડ્ડા પમ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મની નવી દિલ્હી અને મુંબઇમાં શૂટિંગ થઈ ચૂકી છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે.

આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની સરફરાઝના સપોર્ટમાં આવ્યું બોલીવુડ

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારાની કુલી નંબર 1 અને કાર્તિક આર્યનની પતિ પત્ની ઓર વો પણ પાઇપલાઇનમાં છેય કુલી નંબર 1માં સારા સાથે વરુણ ધવન જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK