યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ડબલ રોલનું કારણ સમજાવે છે કાર્તિક

Published: Jul 23, 2020, 22:43 IST | Mumbai correspondent | Mumbai Desk

લીડ ઍક્ટર માને છે કે રૂઢિવાદીઓને આ બન્ને કૅરૅક્ટરથી ખબર પડશે કે એ લોકો ક્યાં-ક્યાં ખોટા છે

સ્ટાર પ્લસ પર આવતી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં લૉકડાઉન પછી શિવાંગી જોશીનો ડબલ રોલ શરૂ થયો છે. ઓરિજિનલ નાયરા અને તેની જોડિયા સિસ્ટર ટીના. આ બન્ને કૅરૅક્ટરની ખાસિયત અને એ શું કામ જરૂરી છે એનો ફોડ બીજા કોઈએ નહીં, પણ સિરિયલના લીડ સ્ટાર કાર્તિક એટલે મોહસિન ખાને પાડ્યો છે. મોહસિન કહે છે કે ‘નાયરા અને ટીના સમાજના જ બે વર્ગને રીપ્રેઝન્ટ કરે છે. આ બન્ને કૅરૅક્ટરથી ઑડિયન્સને સમજાશે કે રૂઢિવાદને કારણે એ લોકો ક્યાં-ક્યાં ખોટા છે અને કઈ રીતે તેમણે સુધારો કરવાની જરૂર છે. કપડાં કે રહણીકરણીથી સંસ્કારને કોઈ અસર નથી થતી.’
કાર્તિક આ શોમાં નાયરા સાથે પ્રેમમાં છે, પણ રિયલ લાઇફમાં તે ટીનાના કૅરૅક્ટરને વધારે પસંદ કરે છે. મોહસિન કહે છે કે ‘વ્યક્તિ ક્યારેય ખરાબ નથી હોતી, તેની લાઇફસ્ટાઇ પણ ખરાબ નથી હોતી. મોડે સુધી બહાર રહેનાર વ્યક્તિને ખરાબ માનવી એ આપણી સંકુચિત વિચારધારાને ઉજાગર કરે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK