કાર્તિક આર્યન પંજાબી સિંગરની બાયોપિકમાં કામ કરશે

Published: Dec 30, 2019, 18:25 IST | Mumbai

ચાલુ વર્ષે 2019માં કાર્તિકની 'લુકા છુપી' અને 'પતિ પત્નિ ઔર વો' બોકસ ઓફિસમાં સુપરહિટ રહી છે. મળતી માહિતી મુજબ હવે કાર્તિક આર્યન એક બાયોપિકમાં જોવા મળી શકે છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન વર્ષ 2019 માં ખુબ ચર્ચામાં રહ્યો. ચાલુ વર્ષે કાર્તિકની 'લુકા છુપી' અને 'પતિ પત્નિ ઔર વો' બોકસ ઓફિસમાં સુપરહિટ રહી છે. મળતી માહિતી મુજબ હવે કાર્તિક આર્યન એક બાયોપિકમાં જોવા મળી શકે છે.

પંજાબી સિંગર અમર સિંહની બાયોપિકમાં કાર્તિકનો સંપર્ક કરવામાં આવ્યો છે

ફિલ્મ 'લુકા છુપી' અને 'પતિ પત્નિ ઔર વો' માં સફળતા મળ્યા બાદ કાર્તિક આર્યનને પંજાબી સિંગર અમર સિંહની બાયોપિક માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઈમ્તિયાઝ અને કાર્તિક વચ્ચે વાતચીત થશે. આ ફિલ્મનું નિર્માણ ઈમ્તિયાઝ અલી અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કરશે, તો નિર્દેશન અલીના ભાઈ સાજિદ અલી કરશે.

અમર સિંહ ચમકિલા સોન્ગરાઈટર, મ્યુઝિશિયન અને કંપોજર હતા. મુળ પંજબના અમર સિંહ પોતાના સ્ટેજ નામ ચમકિલાથી ખૂબ જ પ્રચલિત થયા હતા. પંજબાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સમાં તેમનું નામ સામેલ હતું. તેમનું સંગીત આસપાસના માહોલમાં ખૂબ જ પ્રભાવિત હતું. અમર સિંહના હિટ ગીતોમાં 'તૌકા તે તૌકા' અને 'પહલે લલકારે નાલ' જેવા ગીત સામેલ છે.

આ પણ જુઓ : Salman Khan : શું તમે જોયા છે સલમાનના રેર ફોટોઝ...

સિંગર અમરસિંહની 1988માં ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી

8
માર્ચ 1988માં તેમનું અને તેમની પત્નિ અમરજોતની તેમની જ બૈંડના બે લોકો દ્વારા ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે સમયે આ મામલે કોઈની ઘરપકડ કરવામાં આવી નહોતી. આજ સુધી હજી આ કેસનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી.આ સિવાય કાર્તિક આર્યન 'લવ આજ કાલ', 'દોસ્તાના 2' અને 'ભુલ ભુલૈયા 2'મા પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK