કરિશ્મા આપશે દિવંગત યશ ચોપડાને શ્રદ્ધાંજલિ

Published: 22nd November, 2012 05:20 IST

દુબઈમાં યોજાયેલા એક અવૉર્ડ ફંક્શનમાં તેમનાં ગીતો પર પર્ફોર્મ કરશે૧૯૯૭માં યશરાજ ફિલ્મ્સની ‘દિલ તો પાગલ હૈ’માં શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત સાથે કામ કરનારી કરિશ્મા કપૂર ૨૭ નવેમ્બરે દુબઈમાં યોજાયેલા એક અવૉર્ડ ફંક્શનમાં યશરાજ ફિલ્મ્સનાં સુપરહિટ ગીતો પર ડાન્સ કરીને દિવંગત ફિલ્મમેકર યશ ચોપડાને પોતાના તરફથી શ્રદ્ધાંજલિ આપવાની છે.

આ વિશે વાત કરતાં શો સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘લોલોએ ઘણા વખતથી જાહેરમાં કોઈ પર્ફોર્મન્સ નથી આપ્યો. તે લાંબા અંતરાલ પછી સ્ટેજ પર જોવા મળશે. આ શોમાં બૉલીવુડની બીજી અનેક વ્યક્તિઓ હાજરી આપવાની છે.’

વિક્રમ ભટ્ટની ‘ડેન્જરસ ઇશ્ક’થી કમબૅક કરનારી કરિશ્માએ આ ફિલ્મના ધબડકા પછી બીજી કોઈ ફિલ્મ સાઇન નથી કરી અને એના બદલે માત્ર પ્રોડક્ટ એન્ડૉર્સમેન્ટ તથા કાર્યક્રમોમાં હાજરી આપવાનું જ પસંદ કરે છે. હાલમાં તે બહેન કરીના સાથે એક લક્ઝરી કારના લૉન્ચમાં જોવા મળી હતી. કરિશ્માના અંગત જીવન વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી છે, પણ તેણે હંમેશાં એની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK