કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડાને હવે મહિનો બાકી

Published: 12th November, 2014 04:53 IST

પાંચ મહિના પહેલાં કરિશ્મા કપૂર અને તેના પતિ સંજય કપૂરે બાંદરાની ફૅમિલી ર્કોટમાં પરસ્પરની સમજૂતીથી છૂટાછેડાની અરજી કરી હતી.


જોકે કાયદા પ્રમાણે છૂટાછેડા લેતાં પહેલાં દંપતીને ૬ મહિનાનો સમય આપવામાં આવે છે જેમાં બન્ને પક્ષોમાંથી જો કોઈનો વિચાર બદલાય તો છૂટાછેડા અટકાવી શકાય છે. એના આધારે આ દંપતીના કેસમાં હવે માત્ર એક મહિનાનો સમય બાકી રહ્યો છે, પરંતુ હાલમાં કરિશ્મા અને સંજય બન્નેમાંંથી કોઈના વિચાર બદલાય એવું જણાતું નથી. તેમના સંબંધો ફરી પાછા પહેલાં જેવા થઈ જાય એવી ઇચ્છા બન્ને પક્ષના ઘરવાળાઓ રાખી બેઠા છે, પણ કરિશ્મા અને સંજયના સંબંધો સુધરવાના કોઈ અણસાર દેખાતા નથી. થોડા સમય માટે આ કપલ ૨૦૧૧માં સાથે રહ્યું હતું પણ એ વખતે કાંઈ વધારે જામ્યું નહીં અને ૨૦૧૪ના ઉનાળા દરમ્યાન તેમના સંબંધો ફરી વણસ્યા હતા અને ફૅમિલી ર્કોટમાં લાંબી દલીલો કર્યા બાદ તેમણે પરસ્પરની સમજૂતીથી છૂટાછેડાની અરજી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK