વેબ સીરિઝની દુનિયામાં પગ મુકશે કરિશ્મા, 'મેંટલહુડ'માં આવશે નજર

Updated: Jan 23, 2020, 16:36 IST | મુંબઈ

હવે કરિશ્મા કપૂર વેબ સીરિઝની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તે અલ્ટ બાલાજીની વેબ સીરિઝમાં નજર આવશે.

મેંટલહુડમાં જોવા મળશે કરિશ્મા કપૂર
મેંટલહુડમાં જોવા મળશે કરિશ્મા કપૂર

ગોર્જિયસ કરિશ્મા કપૂર કમબેક કરી રહી છે વેબ સીરિઝથી. ઑલ્ટ બાલાજીએ હાલમાં જ પોતાની નવી વેબ સીરિઝ મેંટલહુડની જાહેરાત કરી છે જે માતૃત્વના રોમાંચર સફર પર આધારીત છે. કરિશ્મા કોહલીના નિર્દેશનમાં બનેલી આ સીરિઝમાં કરિશ્મા કપૂર એક મેન્ટલ માં મીરા શર્માની ભૂમિકા સાથે પોતાનું ડિજિટલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

ઑલ્ટ બાલાજીની આ સીરિઝમાં અલગ અલગ પ્રકારની માતાઓના સફરને બતાવવામાં આવશે, જે પોતાના બાળકોનું પાલન પોષણ કરવા માટે અનેક પ્રયાસો કરે છે. મલ્ટિ ટાસ્કિંગ એક આદત બની જાય છે. સતત ચિંતા અને ગિલ્ટની લાગણી તેને રહે છે. કેટરિનાએ પણ ઈન્સ્ટા પર પોસ્ટ કરીને તે આ સીરિઝ માટે આતુર હોવાનું કહ્યું હતું.

 
 
 
View this post on Instagram

Watch out for this show from the most talented director @karishmakohli ..... Super excited to see

A post shared by Katrina Kaif (@katrinakaif) onMay 21, 2019 at 11:40pm PDT


કરિશ્મા અસલ જિંદગીમાં બે બાળકોની માતા છે. કરિશ્મા આ શોમાં મીરાનું કિરદાર નિભાવે છે, જે એક નાના શહેરની માતા છે અને મુંબઈની હોનહાર માતાઓ વચ્ચે પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જાણે છે કે પેરેન્ટિંગનો અર્થ સાચું સંતુલન બનાવી રાખવાનો છે અને તે જ સૌથી મુશ્કેલ કામ છે.

કરિશ્માએ પોતાની ભૂમિકા પર જાણકારી આપતા કહ્યું કે, "હું મારા પરિવાર અને બાળકો સાથે રહેવા ઈચ્છતી હતી. પરંતુ મે જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તે મને ખૂબ જ રસપ્રદ લાગી. આ સ્ક્રિપ્ટ આજની માતા વિશે હતી જે ખૂબ જ સ્ટ્રોંગ છે. તમામ ઉંમરની મહિલાઓ ખાસ કરીને માતાઓ, મારી ભૂમિકા સાથે જોડાયેલું મહેસૂસ કરશે. આ કાંઈક એવું છે જેમાંથી હું આજે પણ પસાર થઈ રહ્યું છું. યુવાન માતા-પિતા મેંટલહુડ સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરશે."

આ પણ વાંચોઃ 25 વર્ષ જૂની યાદોને તાજી કરી સુષ્મિતા સેને

મેંટલહુડ આ વર્ષના અંતમાં રિલીઝ થવા માટે તૈયાર છે અને અમે નિશ્ચિત રીતે આ શ્રૃંખલા જોવા માટ ઉત્સાહિત છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK