કરિશ્મા કપૂરે ગોવિંદા વિશે કર્યો મોટો ખુલાસો

મુંબઈ ડેસ્ક | Jul 14, 2019, 19:44 IST

કરિશ્માએ જણાવ્યું તે જ્યારે તે 12-13 વર્ષની હતી. ગોવિંદા, નીલમ સાથે શનમુખાનંદ હૉલમાં પર્ફોર્મ કરવાનો હતો. દરમિયાન તેણે પોતાના પેરેન્ટ્સને તેને ત્યાં લઈ જવા માટે જીદ કરી.

કરિશ્મા કપૂર (ફાઇલ ફોટો)
કરિશ્મા કપૂર (ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનું કહેવું છે કે તે ગોવિંદાને જોઇને ડાન્સ શીખ્યા કરતી હતી. કરિશ્મા તાજેતરમાં રિયાલિટી શૉ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' શો જજ કરી રહી છે. તેણે શૉના માત્ર બે એપિસોડ માટે કરીનાની જગ્યા લીધી છે.

કરિશ્માએ શો દરમિયાન જણાવ્યું કે તે ગોવિંદાની ખૂબ મોટી ચાહક છે. કરિશ્માએ એ પણ ખુલાસો કર્યો કે ગોવિંદા તેને કઈ રીતે ડાન્સ શીખવતો હતો. કરિશ્માએ જણાવ્યું તે જ્યારે તે 12-13 વર્ષની હતી. ગોવિંદા, નીલમ સાથે શનમુખાનંદ હૉલમાં પર્ફોર્મ કરવાનો હતો. દરમિયાન તેણે પોતાના પેરેન્ટ્સને તેને ત્યાં લઈ જવા માટે જીદ કરી. ત્યાં ગોવિંદાએ આઇએમ એ સ્ટ્રીટ ડાન્સર ગીત પર ડાન્સ કર્યું. કરિશ્મા આ બધું જોઇને રોમાંચિત થઈ ગઈ અને તે સતત તાળી વગાડતી રહી. તે આવા આઇકોનિક એક્ટર ડાન્સરને જોતાં મોટી થઈ છે.

કરિશ્માએ આગળ જણાવ્યું કે હું ખુશનસીબ છું કે મને ઘણી ફિલ્મોમાં ગોવિંદા જેવા અભિનેતા સાથે કામ કરવાની તક મળી. તે શીખવતાં હતા કે ફીલ સાથે કેવી રીતે ડાન્સ કરવું. પ્રેક્ટિસ દરમિયાન અમે ડાન્સ સ્ટેપ અને મૂવની ટેક્નિકલ બાબતો શીખતાં હતા પણ ફાઇનલ ટેક વખતે તે મને ફીલ સાથે ડાન્સ કરવાનું શીખવતા. મને લાગે છે કે ફીલ જે વસ્તુ હતી જેને કારણે અમારા બન્નેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમતી હતી.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

જણાવીએ કે ગોવિંદા અને કરિશ્માની જોડીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હીરો નંબર 1, કુલી નંબર 1, સાજન ચલે સસુરાલ, હસીના માન જાએગી, રાજા બાબૂ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK