કરિશ્મા અને કરીના પરિવાર સાથે લંડનમાં કરે છે એન્જોય, તૈમૂર પણ છે સાથે...

Published: Jul 18, 2019, 18:25 IST | મુંબઈ ડેસ્ક

કરિશ્મા કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

કરિશ્મા કપૂર પરિવાર સાથે લંડનમાં મનાવી રહી છે વેકેશન
કરિશ્મા કપૂર પરિવાર સાથે લંડનમાં મનાવી રહી છે વેકેશન

કરિશ્મા કપૂર હાલ બહેન કરીના કપૂર ખાન અને સંપૂર્ણ પરિવાર સાથે લંડનમાં વેકેશન મનાવી રહી છે.

બોલીવુડ સેલેબ્સ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પોતાની સાથે જોડાયેલી અપડેટ્સ તે પોતાના ચાહકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ભલે કરીના કપૂર ખાનનો સોશિયલ મીડિયા પર કોઈ જ ઑફિશિયલ અકાઉન્ટ ન હોય પણ હાલમાં કરિશ્મા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્માના ઇન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોવર્સ પણ છે.

કરિશ્મા કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેના બન્ને બાળકો, કરીના કપૂર ખાન, માતા બબીતા અને પિતા રણધીર કપૂર જોવા મળે છે. સાથે જ કરીના કપૂર ખાનનો દીકરો તૈમૂર અલી ખાન પણ છે.

 
 
 
View this post on Instagram

#famjam❤️ #londondiaries🇬🇧

A post shared by KK (@therealkarismakapoor) onJul 18, 2019 at 1:39am PDT

તસવીર શેર કરતાં કરિશ્મા લખે છે કે ફેમજેમ. લંડનડાયરીઝ, એટલે કે આ સમયે કરિશ્મા પરિવાર સાથે લંડનમાં એન્જૉય કરી રહી છે.

 
 
 
View this post on Instagram

The trio 💃🏻💃🏻💃🏻 @amuaroraofficial #bebo

A post shared by KK (@therealkarismakapoor) onJul 15, 2019 at 2:16pm PDT

વધુ એક તસવીરમાં કરિશ્મા અને કરીના સાથે મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરા પણ દેખાય છે. અમૃતા અને કરીના ખૂબ જ સારી ફ્રેન્ડ્સ છે. જણાવીએ કે કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફિલ્મની શૂટિંગ યૂકેમાં કરી રહી છે. દરમિયાન તે પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરી રહી છે.

 

કેટલાક દિવસ પહેલા બન્ને બહેનો મુંબઇમાં રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લેવા પહોંચી હતી. તે બાબતે પણ કરિશ્મા કપૂરે વીડિયો શેર કર્યા હતા.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

મળતી માહિતી પ્રમાણે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લીધા પછી બન્ને ફરીથી લંડન પહોંચી ગઈ હતી. કરિશ્મા કપૂર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ગયા મહિને કરિશ્માએ બિકિની પહેરેલી પોતાની તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેને ચાર લાખથી વધુ લાઇક્સ મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK