Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રોલ થયા બાદ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે કરીના, સૈફ અને તૈમુર

ટ્રોલ થયા બાદ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે કરીના, સૈફ અને તૈમુર

03 April, 2020 03:50 PM IST | Mumbai Desk

ટ્રોલ થયા બાદ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે કરીના, સૈફ અને તૈમુર

ટ્રોલ થયા બાદ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે કરીના, સૈફ અને તૈમુર


કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમુરે પીએમ-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ કરીના અને સૈફે UNICEF (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ફન્ડ), ગિવ ઇન્ડિયા અને ઇન્ટરનૅશનલ એજન્સીને ડોનેટ કરવાની પણ જાહેરાત કરી હતી. એને લઈને લોકોએ આ બન્નેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોનું એમ કહેવુ હતું કે તેમણે પબ્લિસિટી માટે ઇન્ટરનૅશનલ એજન્સીમાં મદદ કરવાનો ફેંસલો લીધો છે અને દેશ માટે ડોનેટ નથી કરી રહ્યા. દેશમાં કોરોના વાઇરસને કારણે અનેક સેલિબ્રિટીઝ સરકારને આ બીમારીનો સામનો કરવા માટે મદદ કરી રહી છે. પોતે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે એ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં કરીનાએ એક પોસ્ટ શૅર કરી હતી. એના પર લખ્યું હતું કે ‘અમે પીએમ-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફન્ડને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. વર્તમાન સ્થિતિને જોતાં મદદ માટે આગળ આવેલો દરેક હાથ અને દરેક રકમ અગત્યની છે. શક્ય હોય એ રીતે દરેકને મદદ કરો. કરીના, સૈફ અને તૈમુર.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 03:50 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK