આજે ટીવી પર છવાઈ જશે હિરોઇન કરીનાની ધમાલ, જુઓ તસવીરો

Published: 16th September, 2012 08:57 IST

કલર્સ ચૅનલના ‘ઝલક દિખલા જા’માં તેમ જ ઝી ટીવીના ‘ડાન્સ કે સુપરકિડ્સ’માં કરશે પોતાની ફિલ્મનું ધમાકેદાર પ્રમોશન
કરીના કપૂરને દમદાર ભૂમિકામાં ચમકાવતી ‘હિરોઇન’ તેના જ જન્મદિવસે એટલે કે ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે કરીના આજે કલર્સ ચૅનલ પર રાત્રે નવ વાગ્યે આવતા સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં તેમ જ નવ વાગ્યે જ ઝી ટીવીના ‘ડાન્સ કે સુપરકિડ્સ’માં ધમાલ કરતી જોવા મળશે.

આજે કલર્સ ચૅનલના સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં બેબો જજ માધુરીને તેના ફેવરિટ ગીત ‘રાજા’ ફિલ્મના ‘નઝરેં મિલી દિલ ધડકા’ પર ડાન્સ કરવાનો આગ્રહ કરતી અને એના પર તેને નચાવતી જોવા મળશે. નવાઈની વાત એ છે કે માધુરી એમાં એક સ્ટેપ ભૂલી ગયેલી, પણ કરીનાને એ યાદ હતું. આની પાછળનો રાઝ જણાવતાં કરીના કહે છે કે તે નાનપણથી જ માધુરીની બહુ મોટી ફૅન હતી અને તેના દરેક ગીત પર કલાકો સુધી તેની નકલ કરીને ડાન્સ કરતી રહેતી હતી તેમ જ તેની હંમેશાં ઇચ્છા રહી હતી કે તેને એક વાર સ્ટેજ પર માધુરી સાથે ડાન્સ કરવાની તક મળે.કરીના આજે પોતાની ફિલ્મ ‘હિરોઇન’ના પ્રમોશન માટે ડિરેક્ટર મધુર ભંડારકર સાથે રાત્રે નવ વાગ્યે ઝી ટીવીના શો ‘ડાન્સ કે સુપરકિડ્સ’માં હાજરી આપવા આવવાની છે. કરીનાએ આ શોમાં સ્પર્ધક બાળકો તેમ જ શો સાથે સંકળાયેલા મિથુન ચક્રવર્તી સાથે ડાન્સ ધમાલની ભરપૂર મજા માણી છે. આ શોમાં કરીનાએ એકરાર કર્યો છે કે તેની ભાણેજી અને કરિશ્મા કપૂરની દીકરી સમાઇરા આ શોની બહુ મોટી ચાહક છે અને તેને પણ અહીં આવવાની બહુ ઇચ્છા હતી, પણ તે પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે તેને અહીં લાવી શકી ન હોવાનો બહુ અફસોસ છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK