અધધધ... આઠ મિનિટના ડાન્સ માટે કરીના કપૂરને ૧.૪૦ કરોડ ચૂકવાયા

Published: 15th December, 2012 07:09 IST

છત્તીસગઢની સરકારે ગયા મહિને રાજ્યના સ્થાપનાદિન નિમિત્તે યોજાયેલા સેલિબ્રેશનમાં એક ડાન્સ-શો માટે બૉલીવુડ-ઍક્ટ્રેસ કરીના કપૂરને ૧.૪૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.




કરીના કપૂરનો ડાન્સ માત્ર આઠ મિનિટનો હતો. રાજ્યની બીજેપી સરકારના ટૂરિઝમ પ્રધાન બ્રિજમોહન અગ્રવાલે ગઈ કાલે વિધાનસભામાં કૉન્ગ્રેસના સભ્યે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. ગયા મહિને એકથી સાત ડિસેમ્બર દરમ્યાન યોજાયેલા વિવિધ સમારોહમાં કુલ ૨૪૫ કલાકારોએ ભાગ લીધો હતો, જેમને પાંચ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એમાંથી માત્ર કરીના કપૂરને જ ૧.૪૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. કરીનાએ પહેલી નવેમ્બરે રાયપુરમાં પર્ફોર્મ કર્યું હતું. આ સાથે છત્તીસગઢ સરકારે સોનુ નિગમને ૩૬ લાખ, સુનિધિ ચૌહાણને ૩૨ લાખ, દિયા મિર્ઝાને ૨૫ લાખ, હિમેશ રેશમિયાને ૨૪ લાખ અને પંકજ ઉધાસને ૯૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK