Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂર ખાન હિન્દી મીડિયમની સીક્વલમાં પોલીસના રોલમાં દેખાશે?

કરીના કપૂર ખાન હિન્દી મીડિયમની સીક્વલમાં પોલીસના રોલમાં દેખાશે?

31 March, 2019 11:38 AM IST |

કરીના કપૂર ખાન હિન્દી મીડિયમની સીક્વલમાં પોલીસના રોલમાં દેખાશે?

કરીના કપૂર અને ઈરફાન ખાન

કરીના કપૂર અને ઈરફાન ખાન


ઇરફાન સાથે ‘હિન્દી મીડિયમ’ની સીક્વલમાં કરીના કપૂર ખાન પોલીસની ભૂમિકામાં જોવા મળે એવી શક્યતા છે. કરીના પહેલી વાર પોલીસના પાત્રમાં જોવા મïળશે. જોકે આ વાતની હજી સુધી કોઈ નક્કર માહિતી નથી મળી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કરીના આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે, તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે તે નાનકડી ભૂમિકા ભજવશે. આ સીક્વલને હોમી અડજાનિયા ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ મેના અંત સુધીમાં લંડનમાં શરૂ કરવામાં આવશે. કરીનાને સ્ક્રીપ્ટ પસંદ પડી છે. તે હાલમાં ‘ગુડ ન્યુઝ’માં વ્યસ્ત છે. આ ફિલ્મ નવેમ્બરમાં પૂરી થયા બાદ તે કરણ જોહરની ‘તખ્ત’નું શૂટિંગ શરૂ કરશે. ‘હિન્દી મીડિયમ’માં પાકિસ્તાની ઍક્ટર સબા કરીમ જોવા મળી હતી. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી,

આ પણ વાંચોઃ આવી છે તૈમુરની નવી હેર સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં છવાયા ફોટોઝ



પરંતુ પુલવામા હુમલા બાદ હાલમાં પાકિસ્તાની કલાકારો અને ટેãક્નશ્યન્સ પર બૅન લગાડવામાં આવ્યો છે. ઇરફાન લંડનમાં ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમરની સારવાર લઈ રહ્યો હતો. ઇરફાન પૂરી રીતે બીમારીમાંથી બહાર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ જ કારણ છે કે આ સીક્વલને શરૂ થતાં હજી ઘણો સમય લાગવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 11:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK