પર્ફેક્ટ ફિટ દુલ્હન લાગવા માટે કરીના કપૂરે અપનાવ્યો સ્પેશ્યલ ડાયટ પ્લાન

Published: 11th October, 2012 06:15 IST

૧૬ ઑક્ટોબરે સૈફ અલી ખાન સાથેનાં લગ્ન પહેલાં તે શરીર પરની વધારાની ચરબી સાવ દૂર કરી દેવા માગે છે૧૬ ઑક્ટોબરે સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્નમાં ભાગ લેવા માટે આખું બૉલીવુડ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે કરીનાએ એક નવું મિશન હાથ ધર્યું છે. મળતી માહિતી પ્રમાણે પોતાનાં લગ્નમાં કરીના પર્ફેક્ટ ફિટ દુલ્હન લાગવા માગે છે અને આ કારણે લગ્ન પહેલાં તેણે પોતાના શરીર પર જામેલી વધારાની ચરબી દૂર કરવા માટે સ્પેશ્યલ ડાયટ પ્લાન અમલમાં મૂક્યો છે.

કરીનાના આ ડાયટ પ્લાન વિશે વાત કરતાં તેની નજીકની એક મિત્ર કહે છે કે ‘કરીનાને તેનાં લગ્ન માટે ફિટ તો થવું છે, પણ સાથે-સાથે તે સલમાન ખાનની ‘દબંગ’ની સીક્વલ માટે આઇટમ-સૉન્ગ કરવાની પણ તૈયારી કરી રહી છે. આ તૈયારીના ભાગરૂપે કરીના અત્યારે સ્પેશ્યલ ડાયટ પર છે જેમાં હાઈ પ્રોટીન, લો કાર્બોહાઇડ્રેટ અને પુષ્કળ ફળોના જૂસનો સમાવેશ થાય છે. આ સિવાય તે ચેન્જ અનુભવાય એ માટે યોગની પણ પ્રૅક્ટિસ કરે છે. તેણે યોગની મહત્વની વસ્તુઓ શીખવા માટે યોગ માસ્ટર પણ રાખ્યા છે. આ  યોગ માસ્ટર મૂળ કેરળના છે અને કરીનાને અષ્ટાંગ યોગ શીખવે છે. કરીનાને અષ્ટાંગ યોગ વિશે ખાસ કંઈ ખબર ન હોવાના કારણે તેણે આ માસ્ટરની મદદ લેવાનું નક્કી કર્યું છે.’

આ વિશે વાત કરતાં કરીનાનો પ્રવક્તા કહે છે કે ‘કરીનાને તેના લુક સાથે પ્રયોગો કરવા બહુ ગમે છે એટલે તે તેને સૂટ થાય એવા અલગ-અલગ ફિટનેસ-પ્રોગ્રામ અજમાવતી રહે છે. તે ફરીથી સાઇઝ ઝીરો ફિગર નથી મેળવવા માગતી, પણ હવે તે પોતાની બૉડીને વધારે ટોન કરીને એને ફ્લેક્સિબલ બનાવવા માગે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK