Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરિના કપૂરે પુત્ર તૈમૂરના બોલીવૂડ ડેબ્યુ વિશે કહી આ વાત

કરિના કપૂરે પુત્ર તૈમૂરના બોલીવૂડ ડેબ્યુ વિશે કહી આ વાત

06 June, 2019 06:09 PM IST |

કરિના કપૂરે પુત્ર તૈમૂરના બોલીવૂડ ડેબ્યુ વિશે કહી આ વાત

કરિના કપૂર તૈમુર અલી ખાન સાથે

કરિના કપૂર તૈમુર અલી ખાન સાથે


સૈફ અલી ખાન અને કરિના કપૂરનો પુત્ર તૈમુર અલી ખાન આજકાલ મીડિયાસ્ટાર છે. તૈમુર અલી ખાન હાલ મીડિયા સેન્સેશન છે. કરિના કપૂરે હાલમાં જ તૈમુરના બોલીવૂડ ડેબ્યુ વિશે વાત કરી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરિના કપૂર અને તૈમુરના ફેન્સ કરિના સાથે સિલ્વર સ્ક્રિન પર જોવા માટે આતુર છે. મુંબઈ મીરર સાથેના એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂ સાથે વાત કરતા કરિનાને તૈમુરના બી-ટાઉન ડેબ્યુ વિશે પુછવામાં આવ્યું હતું. આ વિશે જવાબ આપતા કરિનાએ તરત જ જવાબ આપતા કહ્યું હતું કે, ના, કેમ એ બી-ટાઉન ડેબ્યુ કરશે ?



ગુડ ન્યુઝ વિશે પણ કરિનાએ ખુલીને વાત કરી


આ સિવાય કરિના કપુરે પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યુઝ વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે ગુડ ન્યૂઝ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુડ ન્યૂઝ ફિલ્મ ઘણી સારી રીતે લખાયેલી સ્ક્રિપ્ટ છે. આ સિવાય ફિલ્મની કાસ્ટ, ડિરેક્શન અને પ્રોડક્શન પણ સારી રીતે થઈ રહ્યું છે. ફિલ્મની સ્ટોરની કોન્સેપ્ટ પણ યુનિક છે અને અલગ છે. જો કે ફિલ્મ ફની રહેશે અને દર્શકોને મનોરંજન પણ કરાવશે. તો આ સાથે જ તેણે કહ્યું કે લોકોના રિએક્શન જોવા માટે હું આતુર છું.

આ પણ વાંચો: એક સમયે નેહા કક્કર ભજન ગાઈને કમાતી હતી 500 રૂપિયા


આ ફિલ્મમાં કરિનાની સાથે આ કલાકારો પણ જોવા મળશે

ફિલ્મ ગુડ ન્યૂઝમાં અક્ષય કુમાર, દિલજીત સિંહ અને કિઆરા આડવાણી પણ જોવા મળશે. માનવમાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં તૈમુર અલી ખાન 10 મિનિટ માટે ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે. કરિના કપૂર ગુડ ન્યૂઝ પછી ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ અંગ્રેજી મીડિયમ પણ જોવા મળશે. અંગ્રેજી મીડિયમ હિન્દી મીડિયમની રિમેક ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 06:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK