Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂરે પિન્ક સાડીમાં કરાવ્યો નવો ફોટોશૂટ, લોકોએ કહ્યું આવું...

કરીના કપૂરે પિન્ક સાડીમાં કરાવ્યો નવો ફોટોશૂટ, લોકોએ કહ્યું આવું...

31 July, 2019 05:43 PM IST | મુંબઈ ડેસ્ક

કરીના કપૂરે પિન્ક સાડીમાં કરાવ્યો નવો ફોટોશૂટ, લોકોએ કહ્યું આવું...

કરીના કપૂર (તસવીર સૌજન્ય જાગરણ)

કરીના કપૂર (તસવીર સૌજન્ય જાગરણ)


બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન 38ની ઉંમરમાં પણ એકદમ ફિટ અને હૉટ દેખાય છે. કરીના કપુરની પર્સનાલિટીમાં એક ખાસિયત એ છે કે તે જે પણ કપડાં કૅરી કરે છે તેમાં તે ગજબ દેખાય છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે સાડીમાં દેખાય છે. સાડીમાં પણ કરીના તેટલી જ હૉટ લાગે છે જેટલી તે કોઈ વેસ્ટર્ન ડ્રેસમાં લાગે છે.

આ તસવીરો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં કરીનાએ પિન્ક કલરની સાડી પહેરી છે. આ સાથે તેણે ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. આ ગેટઅપ સાથે તેણે ગળામાં ફક્ત નેકલેસ પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. કરીના ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.



 
 
 
View this post on Instagram

Pink mode on for @zeetvdid Hair by @yiannitsapatori Makeup by @mickeycontractor Styled by @mohitrai Team @priyangis ? @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJul 31, 2019 at 1:13am PDT


વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના હાલ ડાન્સિંગ રિએલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સની જજ છે.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના બૉડી શેપ અને ફિટનેસને લઈને ઘણી સચેત રહે છે. એના માટે તે નિયમિત રૂપથી જાત-જાતની ફિઝિકલ એક્સરસાઈઝ કરે છે. પોતાના ફિટનેસના સવાલ પર કરીના કહે છે, હું કોઈ ફિક્સ એક્સરસાઈઝ નથી કરતી, એને જરૂરત હિસાબે બદલતી રહું છું. તો પણ દરરોજ અલગ પ્રકારની એક્સરસાઈઝ કરતી રહું છું.


 
 
 
View this post on Instagram

Wearing @mmalhotraworld for @zeetvdid Hair by @yiannitsapatori Makeup by @mickeycontractor Styled by @mohitrai Team @priyangis ? @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJul 31, 2019 at 1:20am PDT

કરીના બૉડીને ફિટ રાખવાને પ્રાથમિકતા પહેલા આપે છે. એક્સરસાઈઝ વિશે કરીનાએ જણાવ્યું કે હું ક્લાસિકલ વેટ ટ્રેનિંગ પસંદ કરૂ છું અને એવી એક્સરસાઈઝ નથી કરતી જેમાં હાર્ટ રેટ વધારે હોય. સ્વીમિંગ, યોગા અને કાર્ડિયોવેસ્કુલર એક્સરસાઈઝ વધારે પસંદ છે. એમાં થાક પણ વધારે નથી લાગતો. હું રાત્રે જ નક્કી કરી લઉ છું કે સવારે મારે શું કરવાનું છે.

આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે

ઉલ્લેખનીય છે કે પોતાના ડાયટ વિશે વાત કરતા એક્ટ્રેસે જણાવ્યું કે તે કોઈપણ પ્રકારનો ડાયટ ફૉલો નતી કરતી. ફક્ત થોડી બેસિક ખાવાની વસ્તુઓનું ધ્યાન રાખું છું. ખાંડ, ડેરી પ્રોડક્ટ્સ, ગ્લૂટેન અથવા ઑયલી ફૂડ ઓછી માત્રામાં ઉપયોગ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 05:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK