તૈમુર સાથે વધુ સમય પસાર કરવા માગે છે કરીના કપૂર ખાન

Published: Dec 15, 2019, 13:48 IST | Mumbai Desk

અમે અમારા કામમાં બિઝી છીએ. અમારી ફૅમિલી અને વર્ક લાઇફમાં અમે બૅલૅન્સ રાખવા માગીએ છીએ. મને માત્ર એ વાતની જ ચિંતા છે કે મારા બાળકને હું પૂરતો સમય આપી શકું.’

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે તૈમુર સાથે વધુ સમય પસાર કરવા માગે છે. તેમને બીજું બાળક હાલમાં નથી જોઈતું. કરીના હાલમાં ફિલ્મોમાં ખાસ્સી બિઝી છે. તે જ્યારે પંજાબમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે ગઈ ત્યારે તૈમુરને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. તે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખવા માગે છે. હાલમાં જ તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે બીજા બાળકનું પ્લાનિંગ કરી રહી છે? એનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘હું મારા એક બાળક સાથે ખુશ છું. ભગવાનની અમારા પર ખૂબ કૃપા છે અને અમે ખુશ છીએ. ફૅમિલી વધારવાનો હાલમાં કોઈ પ્લાન નથી. અમે અમારા કામમાં બિઝી છીએ. અમારી ફૅમિલી અને વર્ક લાઇફમાં અમે બૅલૅન્સ રાખવા માગીએ છીએ. મને માત્ર એ વાતની જ ચિંતા છે કે મારા બાળકને હું પૂરતો સમય આપી શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK