મેકઅપ વગરની સેલ્ફી પોસ્ટ કરતા ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું બૂઢી થઈ ગઈ છે

Published: Jun 08, 2019, 16:13 IST | મુંબઈ

બોલીવુડ સેલેબ્સ વારંવાર ટ્રોલર્સના નિશાને આવતા જ રહે છે અને આ લિસ્ટમાં લેટેસ્ટ નામ છે કરીના કપૂર ખાન. જાણો આખરે કેમ ટ્રોલ થઈ કરીના!

કરીના કપૂર ખાન થઈ ટ્રોલ
કરીના કપૂર ખાન થઈ ટ્રોલ

કરીના હાલ પરિવાર સાથે ટસ્કનીમાં હૉલિડેની મજા માણી રહી છે. અને ત્યાંથી તેણે પોસ્ટ કરેલી એક તસવીરના કારણે તે ટ્રોલર્સના નિશાને આવી છે. ત્યાં સુધી કે કેટલાક લોકોએ તો તેને બૂઢી પણ કહી દીધું.

આખરે મામલો શું છે?
થયું એવું કે કરીનાએ ઈન્ટાગ્રામ પર પોતાની નો મેકઅપ લૂકમાં એક સેલ્ફી પોસ્ટ કરી છે. જેને લઈને યૂઝર્સ અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે. આમ તો બેબો પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે. તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લોકો ફૉલો કરે છે. પણ આ એક તસવીર માટે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમે પણ જોઈ લો કરીનાની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ.

 
 
 
View this post on Instagram

Sun Kissed in Tuscany ❤️❤️🍷🍷🍷🍷

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJun 7, 2019 at 3:59am PDT


આવા છે પ્રતિભાવો
એક યૂઝરે કરીનાના આ ફોટો પર લખ્યું- મારી માનીતી અભિનેત્રી. પણ ફોટો ઝૂમ કરતા તે બૂઢી લાગી રહી છે. એવું લાગે છે કે તેને ચામડીની કોઈ બીમારી છે. એ સિવાય એક યૂઝરે લખ્યું કે, તે બીમાર છે કે શું? કોઈએ તેને આંટી તો કોઈએ બૂઢી પણ કહ્યું.

KAREENA TROLLED

KAREENA TROLLED

આ પણ વાંચોઃ સૈફ-કરીના સાથે આ રીતે વેકેશન મનાવી રહ્યો છે તૈમુર, જુઓ ફોટોઝ

વેકેશન પર છે કરીના
કરીના કપૂર જલ્દી જ ડાન્સ રીઆલિટી શોમાં નજર આવવાની છે. આ શો શરૂ થતા પહેલા કરીના પરિવાર સાથે વેકેશન પર છે. સૈફની ફિલ્મના શૂટિંગની સાથે સાથે તેઓ વેકેશનનો આનંદ માણી રહ્યા છે. જો કે તેની એક તસવીરે તેને ટ્રોલર્સના નિશાને પણ લાવી દીધી છે. કરીનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ ગુડ ન્યૂઝમાં નજર આવશે. જેમાં તે લાંબ સમય બાદ અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. તો હિન્દી મીડિયમની સિક્વલ અંગ્રેજી મીડિયમમાં પણ કરીના જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK