Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ છે હનીમૂન પર જવા તલપાપડ

સૈફ છે હનીમૂન પર જવા તલપાપડ

20 November, 2012 03:27 AM IST |

સૈફ છે હનીમૂન પર જવા તલપાપડ

સૈફ છે હનીમૂન પર જવા તલપાપડ



સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્નને એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં આ દંપતી સૈફની વ્યસ્તતાને કારણે હનીમૂનનો લહાવો નથી લઈ શક્યું. હાલમાં સૈફ પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘રેસ ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે ખબર પડી છે કે તે શક્ય એટલું વહેલું બાકીનું કામ આટોપીને રજાઓ ગાળવા નીકળી પડવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘સૈફ ઇચ્છે છે કે ‘રેસ ૨’નું બધું કામ શક્ય એટલું વહેલું પૂરું થઈ જાય જેના કારણે તે પોતાની રજાઓ લઈ શકે. આ ફિલ્મનું ડબિંગ સૈફે સતત ૧૦ કલાક કામ કરીને છ દિવસના રેકૉર્ડ સમયમાં પૂરું કરી નાખ્યું છે. જોકે સૈફે ક્યારેય પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ માટે પણ આટલી મહેનત નથી કરી. લાગે છે કે તેને હવે હનીમૂન પર જવાની ઉતાવળ છે. આ ફિલ્મની ફાઇનલ પ્રિન્ટ જાન્યુઆરીમાં તૈયાર થશે અને સૈફ ત્યારે જ રજાઓ ગાળવા રવાના થશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2012 03:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK