બ્લૂ ગાઉનમાં કરીના મચાવી રહી છે તૂફાન, ફૅન્સ સાથે સૈફ પણ થઈ ગયા દીવાના

Published: Jun 27, 2019, 16:55 IST | મુંબઈ

કરીના કપૂર ખાન 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં જજ રૂપે નજર આવવાની છે. શૉમાં કરીના બહુ જ હૉટ નજર આવવાની છે. એના લૂકને લઈને ઘણા વખાણ થઈ રહ્યા છે.

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર ખાન લંડનથી પોતાના વતને પાછી ફરી છે અને આવતા જ એનું વર્ક મોડ ઓન થઈ ગયું છે. લંડનમાં બહેન કરિશ્માનો બર્થ-ડે અને એડની શૂટિંગ કર્યા બાદ આજે (ગુરૂવાર) સવારે જ પાછી ફરી છે. મુંબઈ આવતા જ એમણે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સેટ પર પહોંચીને શૂટિંગ કરી દીધી છે. જણાવી દઈએ કે શૉમાં કરીના કપૂર એક જજના રૂપમાં નજર આવવાની છે.

 

 
 
 
View this post on Instagram

Let’s talk waves...💙 Kareena Kapoor Khan #kareenakapoor #danceindiadance #zeetv #hair #hairstylist #yiannitsapatori

A post shared by Yianni Tsapatori (@yiannitsapatori) onJun 26, 2019 at 11:53pm PDT

 

 
 
 
View this post on Instagram

Let’s talk waves...💙 Kareena Kapoor Khan #kareenakapoor #danceindiadance #zeetv #hair #hairstylist #yiannitsapatori

A post shared by Yianni Tsapatori (@yiannitsapatori) onJun 26, 2019 at 11:50pm PDT

 

શૉમાં બેબો એકદમ ગ્લેમરસ લૂકમાં નજર આવવાની છે અને તેમનો આ લૂક ખરેખર દરેકને ઘણો પસંદ આવ્યો છે. કરીનાના ફૅશન સેન્સ અને સ્ટાઈલની તો હંમેશા જ પ્રશંસા કરવામાં આવે છે અને આ સમયે પણ આવું જ થયું. આ લૂકમાં કરીનાએ બ્લૂ હાઈ-સ્લિટ ડ્રેસ પહેર્યો છે, એની સાથે એમણે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક લગાવી છે. એ સિવાય વાળને હેર સ્પ્રેથી સ્ટ્રેટ કર્યા છે. કરીનાનો આ લૂક ઘણો બોલ્ડ અને હૉટ છે. કરીના કપૂરના આ લૂકને સોશિયલ મીડિયા પર ઘણા કમેન્ટ આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

If looks could kill.....😍😍

A post shared by Poonam Damania (@poonamdamania) onJun 26, 2019 at 11:49pm PDT

 

 
 
 
View this post on Instagram

Stunning as ever #kareenakapoorkhan for @danceindiadance.official ,💕💕💕

A post shared by Poonam Damania (@poonamdamania) onJun 26, 2019 at 11:57pm PDT

 

જણાવી દઈએ કે કરીના કપૂર આ વખતે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં જજ રૂપે નજર આવશે. જેના માટે તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. કરીના કપૂર અને દિલજીત દોસંજ સાથે ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં નજર આવશે.

આ પણ વાંચો : 59 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

એ સિવાય એમની પાસે હજી બે ફિલ્મો પણ છે. 'અંગ્રેજી મીડિયમ'માં તે કૉપના રોલમાં નજર આવશે ત્યાં 'લાલ સિંહ ચઢ્ઢા'માં પણ તેનો મહત્વનો રોલ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK