એક-બે કરોડ નહીં, પરંતુ DIDમાં એક શૉ માટે આટલી ફીઝ લે છે કરીના

Published: Jul 16, 2019, 13:35 IST | મુંબઈ

કરીના કપૂર ખાન એક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા લઈ રહી છે. આ ટીવી સિનેમાના આધાર પર બહુ જ મોટી રકમ છે.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ટીવી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સની 7મી સીઝનમાં જજ તરીકે જોવા મળશે. આ શૉને લઈને કરીના ઘણી ચર્ચામાં છે અને હવે પોતાની ફીઝને લઈને કરીના હેડલાઈન્સ બની ગઈ છે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે કરીનાને આ શૉને જજ કરવા માટે મોટી રકમ આપવામાં આવી છે અને હવે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે શૉ બાદથી કરીના ઈન્ડિયાન ટેલિવિઝનની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની ગઈ છે.

કેટલી છે ફીઝ?

એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર, કરીના કપૂર ખાન એક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા લઈ રહી છે. આ ટીવી સિનેમાના આધાર પર બહુ જ મોટી રકમ છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર પહેલા પણ બૉલીવુડમાં મહિલા કલાકારોની ફીઝ વધારવાના મુદ્દાને સમર્થન કરી ચૂકી છે.

જ્યારે કરીનાએ ટીવી પર ડેબ્યૂ કર્યું હતું ત્યારે એક્ટ્રેસે કહ્યું હતું, હું ડાન્સર નથી. મેં પોતાના કામ દરમિયાન ડાન્સ શીખ્યો છે. હું જજ બનીને ઘણું એન્જોય કરવાની છું. અમે શૉ પર ફક્ત સારા ડાન્સર જ નહીં, પરંતુ પર્ફોમર અને સ્ટાર્સની શોધ કરી રહ્યા છે, જે ઑડિયન્સને પોતાના દીવાના બનાવી શકે.

કરિશ્મા પણ સંભાળે છે કામ

જ્યાં કરીના કપૂર શૉની સાથે ફિલ્મોની શૂટિંગમાં પણ વ્યસ્ત પણ છે, જેના લીધે તે શૉમાં નહીં આવી શકે. આ સ્થિતિમાં કરીનાની બહેન કરિશ્મા એમની જગ્યા લઈ શકે છે અને કરિશ્મા શૉમાં દેખાય છે. જ્યાં કરીના કપૂર પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની પર્સનલ લાઈફને પણ સારી રીતે હેન્ડલ કરે છે અને ઘણી વાર પતિ અને દીકરા તૈમૂર સાથે જોવા મળે છે.

આ પણ વાંચો : હ્રિતિક રોશન રિયલ લાઈફ આનંદ કુમારને મળવા પહોંચશે

હવે કરીના કપૂર ખાન અક્ષય કુમાર સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં નજર આવવાની છે, જેની શૂટિંગ પૂરી થઈ ચૂકી છે. એ સિવાય કરીના ઈરફાન ખાન સાથે ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK