Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે બીજી વાર બંધાશે પારણું

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે બીજી વાર બંધાશે પારણું

12 August, 2020 05:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે બીજી વાર બંધાશે પારણું

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)નો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તે સહુના દીલ પર રાજ કરી રહ્યો છે. સવારથી એવી અફવાઓએ જોર પકડયું હતું કે, દંપતી તેમના બીજા બાળકના આગમનની તૈયારીઓ કરી રહ્યું છે. કરીના કપૂર ખાન ગર્ભવતી હોવાના સમાચાર સાંભળીને ફૅન્સની ખુશીનો પાર નહોતો રહ્યો ત્યારે સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન (Soha Ali Khan)એ આ ન્યૂઝ કન્ફર્મ પણ કરી દીધા છે.

સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર સૈફ અલી ખાનનો ફોટો શૅર કરતાં લખ્યું છે કે, કમિંગ સુન. રાહ જોઈ રહ્યાં છીએ. અભિનંદન કરીના કપૂર ખાન. સુરક્ષિત અને સ્વસ્થ રહો.



 
 
 
View this post on Instagram

Coming soon!! Couldn’t resist! Congratulations @kareenakapoorkhan be safe and healthy - and radiant as ever ! ❤️

A post shared by Soha (@sakpataudi) onAug 12, 2020 at 4:20am PDT


કરીના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યાં હતાં. તેમના પહેલા બાળક તૈમુરનો જન્મ 2016માં થયો હતો. સૈફ અલી ખાન સારા અને ઇબ્રાહિમ અલી ખાનનો પણ પિતા છે એટલે સૈફ હવે ચોથી વખત પિતા બનવાનો છે.


આ પહેલા પિપિંગ મુનના અહેવાલો પ્રમાણે, કરીના કપૂર ખાન બીજી વાર ગર્ભવતી છે અને ખાન દંપતીના ઘરે બહુ જલ્દી બીજી વાર પારણું બંધાશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અભિનેત્રી ગર્ભવતી છે તેની જાણ ફક્ત કુટુંબીજનોને અને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના કેટલાંક નજીકના મિત્રોને જ છે. પરિવારજનો અને મિત્રો બીજા બાળકના આગમના સમાચાર સાંભળીને બહુ જ ખુશ અને ઉત્સાહિત છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સૈફ અલી ખાન અને કરીના કપૂરે એ વાતની જાહેરાત કરી છે કે બહુ જલ્દી અમારા પરિવારમાં નવા મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે.

આ પહેલાં કરીના કપૂર ખાને એક ચૅટ શોમાં કહ્યું હતું કે, હું અને સૈફ અમારા પરિવારનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યાં છે. બસ, વધુ બે વર્ષ અને પછી અમારું બીજું બાળક હશે.

પ્રથમ પ્રેગનેન્સી વખતે પણ કરીના કપૂર ખાન સતત ચર્ચામાં હતી અને સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભલે તે ફિલ્મોમાં અભિનય નહોતી કરતી. પરંતુ તે ગર્ભવતી હતી ત્યારે પણ તેણે કામ કરવાનું તો ચાલુ જ રાખ્યું હતું. તે સમય દરમ્યાન તે રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. તેમજ કરીના હંમેશા બેબી બમ્પને ફ્લોન્ટ કરતી.

કામની વાત કરીએ તો, કરીના કપૂર ખાન કરણ જોહરની 'તખ્ત' અને આમિર ખાન સ્ટારર 'લાલ સિંઘ ચઢ્ઢા'માં જોવા મળશે. કહેવાય છે કે, અભિનેત્રી પ્રેગનેન્સીના છેલ્લા દિવસોમાં પહોંચે તે પહેલાં જ 'લાલ સિંઘ ચઢ્ઢા'નું શૂટિંગ પતાવી લેશે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2020 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK