39 વર્ષની થઈ બેબો, આ રીતે ઉજવ્યો જન્મદિવસ, વીડિયો વાયરલ

Published: Sep 21, 2019, 13:25 IST | મુંબઈ ડેસ્ક

કરીના એક ટ્રેન્ડસેટર છે. પછી તેની ફિલ્મો હોય, લાઇફ સ્ટાઇલ હોય કે પોતાના બાળકનું પાલન પોષણ હોય, તે સારી રીતે જાણે છે કે કેવી રીતે આ બધામાં આગળ રહેવું છે.

કરીના કપૂર
કરીના કપૂર

ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના કપૂર રીલ લાઇફમાં અનેક આઇકોનિક ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી છે. તો તે રિયલ લાઇફમાં પણ એક સારી માતાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. તે એક માતા તરીકે આ નિશ્ચિત કરે છે કે તે પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવી રાખે. જેથી ઓછા સમયમાં સારું કામ કરી શકાય.

કરીના એક ટ્રેન્ડસેટર છે. પછી તેની ફિલ્મો હોય, લાઇફ સ્ટાઇલ હોય કે પોતાના બાળકનું પાલન પોષણ હોય, તે સારી રીતે જાણે છે કે કેવી રીતે આ બધામાં આગળ રહેવું છે.

 
 
 
View this post on Instagram

#birthdayvibes🎉

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onSep 20, 2019 at 5:30pm PDT

કરીના કપૂરે પોતાનો જન્મદિવસ પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે પોતાના સાસરે પટૌડી નિવાસે ઉજવ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરીના કપૂર જન્મદિવસનો કેક કાપતી જોવા મળે છે. આ વીડિયોમાં સૈફ અલી ખાન કરીના કપૂરની પાછળ ઊભેલો દેખાય છે.

 
 
 
View this post on Instagram

Holiday time with family #birthdayvibes ❤ #airportdiaries

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onSep 17, 2019 at 10:46pm PDT

કરીના કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. બેબો એક કામ કરતી માતા છે અને તે પોતાનો મોટા ભાગનો સમય કામ અને દીકરા તૈમૂર સાથે સમય સંતુલન કરવામાં પસાર કરે છે.

તાજેતરમાં જ કરીના કપૂરને દીકરા તૈમૂર અને પતિ સૈફ અલી ખાન સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. જ્યાં કરીના કપૂરનો જન્મદિવસ ઉજવવા પટૌડી નિવાસ જતાં જોવા મળ્યા હતા. પોતાના વ્યસ્ત શૅડિયૂલ છતાં દિકરા તૈમૂરને પ્લે-સ્કૂલમાંથી લેવા જાય છે. માતા-પુત્રની જોડી પાપારાઝીને પણ ખૂબ જ ગમે છે. તૈમૂરની પ્લે-સ્કૂલની બહાર કેટલીય વાર ક્લિક કરવામાં આવે છે.

 
 
 
View this post on Instagram

#birthdaywishes🎂

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onSep 20, 2019 at 5:32pm PDT

જ્યારે પણ કરીના વર્ક કમિટમેન્ટમાં વ્યસ્ત હોય છે ત્યારે તે તૈમૂરને સેટ પર પણ સાથે લાવે છે, જેથી તે શૉટ્સ વચ્ચે તેની સાથે સમય પસાર કરી શકે.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

તૈમૂરને ઘણીવાર કરીના કપૂરના ફિલ્મ સેટ્સ પર સ્પૉટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ પોતાના એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર તે તૈમૂરને લાડ કરતી જોવા મળી, જે તેના ખોળામાં આરામથી સૂઈ રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK