Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 90ના દાયકાનો આ હીરો હતો કરીના કપૂરનો ક્રશ, આઠ વાર જોઈ હતી તેની ફિલ્મ

90ના દાયકાનો આ હીરો હતો કરીના કપૂરનો ક્રશ, આઠ વાર જોઈ હતી તેની ફિલ્મ

27 August, 2019 12:53 PM IST | મુંબઈ

90ના દાયકાનો આ હીરો હતો કરીના કપૂરનો ક્રશ, આઠ વાર જોઈ હતી તેની ફિલ્મ

કરીના કપૂરના ક્રશનો થયો ખુલાસો

કરીના કપૂરના ક્રશનો થયો ખુલાસો


કરીના કપૂર હાલ ખૂબ જ બિઝી રહે છે. પોતાની અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગની સાથે તે ડાન્સ રિઆલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે જોવા મળી રહી છે. હાલમાં કરીનાએ શોમાં પોતાના ક્રશ વિશે ખુલાસો કર્યો છે જેને જાણીને તમામ લોકો ચોંકી ગયા હતા. શોમાં કરીનાએ પોતાના ક્રશના નામનો ખુલાસો કર્યો છે.

RAHUL ROY



બન્યું એવું કે, શો દરમિયાન કરણ વાહીએ કરીનાએ તેના ક્રશનું નામ પુછ્યું તો તેણે કહ્યું કે 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'આશિકી'માં મુખ્ય ભૂમિકા નિભાવનાર રાહુલ રૉય તેમના ક્રશ હતા. સાથે કરીનાએ એમ પણ કહ્યું કે રાહુલ રૉટ માટે તેમણે ફિલ્મ 8 વાર જોઈ હતી.


 
 
 
View this post on Instagram

#danceindiadance ❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onAug 23, 2019 at 10:52am PDT


તમને જણાવી દઈએ કે 1990માં આશિકીથી જ રાહુલ રૉયે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ સમયમાં આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. ફિલ્મના ગીતો આજ સુધી ફેમસ છે.જો કે બોલીવુડમાં રાહુલનું કરિયર લાંબું ન ચાલ્યું અને તેમણે જલ્દી જ ફિલ્મની કરિયરને અલવિદા કહી દીધું. જો કે આશિકીની તેની ભૂમિકા માટે આજે પણ લોકો તેને યાદ કરે છે. જેમાંથી કરીના કપૂર પણ બાકાત નથી.


આ પણ જુઓઃ ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

કરીનાની વાત કરીએ તો તે અંગ્રેજી મીડિયમ અને ‘ગુડ ન્યુઝ’માં અક્ષયકુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડશે એવો વિશ્વાસ દર્શાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘મને પૂરી ખાતરી છે કે લોકોને આ ફિલ્મ જરૂર પસંદ પડશે. આ એક અલગ કન્સેપ્ટવાળી ફિલ્મ છે. સાથે જ એ વેકેશન દરમ્યાન રિલીઝ થવાની છે. લોકોને આ ફિલ્મ ખૂબ હસાવશે.’

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 12:53 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK