18 વર્ષ પછી પોતાના આ ગીત પર મનથી નાચી કરીના, વીડિયો વાયરલ

Published: Sep 06, 2019, 20:25 IST | મુંબઈ ડેસ્ક

કરીના અને ગીતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શોની જજ કરીનાએ ગ્રીન અને બ્લેક કલરનો લેદર બોડી ફિટેડ ડ્રેસ પહેર્યો છે.

કરીના કપૂરે ગીતામા સાથે કર્યો બોલે ચૂડિયા પર ડાન્સ
કરીના કપૂરે ગીતામા સાથે કર્યો બોલે ચૂડિયા પર ડાન્સ

ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7ની જજ અને અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ આ શોમાં ડાન્સથી બધાંને ઉત્સાહિત કરી દીધા. કરીનાએ કોરિયોગ્રાફર ગીતા કપૂર સાથે મળીને પોતાના આઇકૉનિક ગીત બોલે ચૂડિયા પર ડાન્સ કર્યો.

તાજેતરમાં જ ડીઆઇડી 7ના સ્ટેજ પર શોની પહેલી જજ ગીતા કપૂર ઉર્ફે ગીતા મા પહોંચી હતી. કરીના અને ગીતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શોની જજ કરીનાએ ગ્રીન અને બ્લેક કલરનો લેદર બોડી ફિટેડ ડ્રેસ પહેર્યો છે.

નોંધનીય છે કે ગીતા કપૂર ડાન્સ ઇન્ડિયા ડાન્સના પહેલા સીઝનને કોરિયોગ્રાફર્સ ટેરેન્સ અને રેમો ડિસૂઝા સાથે મળીને જજ કરી ચૂકી છે. તે ટીચર્સ ડેના અવસરે શોના કૉમ્પીટિટર્સને શુભેચ્છાઓ આપવા પહોંચી હતી. ટીચર્સ ડેના અવસરે શોના પ્રતિયોગીઓએ ગીતા કપૂરને એક ખૂબ જ સુંદર ગ્રીટિંગ કાર્ડ પણ ગિફ્ટ કર્યું હતું, આ કાર્ડમાં બધાંએ ગીતા માટે ખાસ મેસેજ લખ્યો હતો.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કેટલાય પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે. કરીના, ઇરફાન ખાન સાથે હિન્દી મીડિયમની સિક્વલમાં જોવા મળશે, આ સિવાય તે કરણ જોહરના પ્રૉજેક્ટ તખ્તનો પણ ભાગ છે. તે ઘણાં સમય પછી અક્ષય કુમાર સાથે પણ કામ કરવા જઈ રહી છે. ગુડ ન્યૂઝ નામની આ ફિલ્મમાં કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ જેવા સિતારા પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK