'પ્રાડા' ગીત પર કરીનાએ લગાવ્યા ઠુમકા, પરંતુ આલિયા જ રહી ગાયબ

Published: Aug 21, 2019, 19:06 IST | મુંબઈ

કરીના કપૂરે પ્રાડા ગીત પર ઠુમકા લગાવી લોકોના દિલ જીતી લીધા. પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે આલિયા ભટ્ટ તેના પ્રમોશનમાંથી ગાયબ રહી.

'પ્રાડા' ગીત પર કરીનાએ લગાવ્યા ઠુમકા
'પ્રાડા' ગીત પર કરીનાએ લગાવ્યા ઠુમકા

બોલીવુડની ટોચની એક્ટ્રેસનું બિરૂદ પામી ચુકેલી આલિયા ભટ્ટ હવે મ્યુઝિક વીડિયોની દુનિયામાં પદાર્પણ કરી ચુકી છે. તેને પહેલો વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. એટલું જ નહીં આ ગીત પર તેની આદર્શ કરીના કપૂરે પણ ઠુમકા લગાવ્યા. પણ આ મોકા પર આલિયા ભટ્ટનું ન હોવું સવાલો ઉભા કરી રહ્યું છે.

આમ તો આલિયા પોતાને કરીના કપૂરની ફેન બતાવે છે અને તેના ગેટઅપ્સમાં પણ ઘણીવાર તે દેખાઈ છે. પરંતુ આ વખતે તેણે કરીના સાથે ઝી ટીવીના શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં કામ કરવાનો મોકો ગુમાવી દીધો.

જો કે આલિયાના શો પર ન આવવાથી બેબોને કોઈ ફેર ન પડ્યો. પરંતુ આલિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે તેણે આવું કેમ કર્યું. કેમ તેણે બેબોનો શો મિસ કર્યો. અમને લાગે છે કે આલિયાએ આવું રણબીર સાથે જોડાયેલા સવાલોથી બચવા માટે કર્યું છે.

હવે છે એવું કે કરીના છે રણબીરની પિતરાઈ બહેન. તો આલિયા થનારી નણંદ સાથે થોડું અંતર રાખીને ચાલી રહી છે. તે પોતાના સંબંધોની વાત ન કરવી પડે એટલે કદાચ સમજી વિચારીને આવું કરી રહી છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

ધ દૂરબીન બૉયઝ ઓમકાર અને બાબાના ગીતો અત્યાર સુધી તેમના ચાહકોને પસંદ આવતા રહ્યા છે. લેમ્બર્ગિની જેવા સુપરહિટ ગીતો આપનારા ધ દૂરબીન પોતાના નવા ગીતથી ધમાકેદાર વાપસી કરી ચુક્યા છે. તેમનું નવું ગીત પ્રાડા રિલીઝ થઈ ચુક્યું છું.જેમાં ખાસ કરીને આલિયા ભટ્ટ પણ નજર આવી રહી છે. આ ગીતમાં આલિયા ભટ્ટના ડાન્સ મૂવ્સ જોવા જેવા છે. તે ખૂબ જ દિલકશ લાગી રહી છે. જેકી ભગનાનીના રેકોર્ડ લેબલ 'જે જસ્ટ મ્યૂઝિક'ના પ્રસ્તુત 'પ્રાડા'માં ન માત્ર શાનદાર મ્યુઝિક છે પરંતુ બોલીવુડ દીવા આલિયા ભટ્ટ પણ નજર આવી રહી છે. આલિયાએ આ ગીતથી પોતાનું ડેબ્યૂ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK