લંડનમાં તૈમૂર કરીનાએ કરી પૂલ મસ્તી, જુઓ માતા-પુત્રની ક્યૂટ મોમેન્ટ્સ

Published: Aug 03, 2019, 19:04 IST | મુંબઈ ડેસ્ક

બન્ને મા-દીકરાની જોડી મસ્તીના મૂડમાં હોય તેવી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર સાથે તૈમૂર અલી ખાન
કરીના કપૂર સાથે તૈમૂર અલી ખાન

કરીના કપૂર હાલ પોતાના ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે, પણ વ્યસ્તતા વચ્ચે પણ તે પોતાના દીકરા સાથે મસ્તીભરી પળ માણવાનું ચૂકતી નથી.

સૈફ અલી ખાન હાલ લંડનમાં પોતાની આગામી ફિલ્મ જવાની જાનેમનની શૂટિંગમાં વ્યસ્ત છે અને ત્યાં જ કરીના કપૂર તેના દીકરા તૈમૂર સાથે ક્વૉલિટી ટાઇમ પણ પસાર કરી રહી છે. બન્ને મા-દીકરાની જોડી મસ્તીના મૂડમાં હોય તેવી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

જો કે, કરીના કપૂર હાલ પોતાના ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે, પણ આ વ્યસ્તતા વચ્ચે પણ તે પોતાના દીકરા તૈમૂર સાથે મસ્તી કરતી જોવા મળે છે. જેમ કે સૈફ અલી ખાન હાલ સેટ પર વ્યસ્ત છે તો કરીના અને તૈમૂર એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે એટલું જ નહીં લંડનમાં રહેતા પોતાના મિત્રોને પણ મળે છે. જુઓ કરીના અને તૈમૂરની આ તસવીરો..

આ તસવીરોમાં તૈમૂર પોતાની નેનીની મદદથી સ્વિમિંગનો પ્રયત્ન કરતો જોવા મળે છે. જ્યારે કરીના તેને જોઇને ખુશ થઈ રહી છે, કરીના બ્લેક કલરની સ્લિંગ બેગની સાથે એક વાઇટ ટૉપ અને બ્લૂ જીન્સમાં ખૂબ જ સ્ટનિંગ દેખાય છે. જ્યારે તૈમૂર બ્લૂ સ્વિમ શૉર્ટ્સમાં ખૂબ જ ક્યૂટ દેખાય છે.

આ પણ વાંચો : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના 'ગુડ ન્યૂઝ' અને 'ઇંગ્લિશ મીડિયમ' જેવી ફિલ્મોમાં દેખાશે. 'ગુડ ન્યૂઝ'માં કરીના, અક્ષય કુમારની સામે જોવા મળશે. તો 'ઇંગ્લિશ મીડિયમ'માં કરીના ઇરફાન ખાન અને રાધિકા મદાન સાથે સ્ક્રીન શૅર કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK