નકલી સૈફ અલી ખાન સાથે કરીના કપૂરનો ટિક-ટૉક વીડિયો વાઈરલ, જુઓ

Published: May 12, 2020, 17:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ ટિક-ટૉક પર સૈફ અલી ખાન જેવો દેખાતો એક યૂઝર ટિક-ટૉક પર ફૅમસ થઈ રહ્યો છે.

ડુપ્લીકેટ સૈફ અને કરીના
ડુપ્લીકેટ સૈફ અને કરીના

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે બધા લોકો પોતાના ઘરમાં બંધ છે. સાથે કોરોના વાઈરસથી બચવા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે લોકો સમય પસાર કરવા જાત-જાતની પ્રવૃતિ કરતા જોવા મળે છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે.

હાલ લોકો ફૅમસ થવા માટે ટિક-ટૉક પર વીડિયો બનાવતા હોય છે. ટિક-ટૉક પર બૉલીવુડ સેલેબ્સ પણ વીડિયો બનાવતા જોવા મળે છે અને એવા પણ યૂઝર્સ છે જે બૉલીવુડ સ્ટાર્સ જેવા જ દેખાય છે. તમે ટિક-ટૉક પર સલમાન ખાન, શાહરૂખ ખાન, કરીના કપૂર જેવા અન્ય બૉલીવુડ સ્ટાર્સના ડુપ્લીકેટ જોયા જ હશે. હાલ ટિક-ટૉક પર સૈફ અલી ખાન જેવો દેખાતો એક યૂઝર ટિક-ટૉક પર ફૅમસ થઈ રહ્યો છે. ડુપ્લીકેટ સૈફ અલી ખાન ટિક-ટૉકની કરીના કપૂરના નામથી ફૅમસ સનાયા સચદેવા સાથે ટિક-ટૉક બનાવે છે. બન્નેનો એકબીજા સાથે વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

@mj..miyaajaan

##duet with @shanayasachdeva ##real ##l4l ##foryoupage ##realfeelings ##foruyou ##saifalikhan ##kareenakapoor

♬ Shukran Allah - Salim-Sulaiman;Sonu Nigam;Shreya Ghoshal;Salim Sadruddin Merchant

ટિક-ટૉક પર ફૅમસ થનારા સૈફ અલી ખાનનું અકાઉન્ટ મિયા જાન નામથી જોવા મળશે. એક વીડિયો એવો પણ છે જેમાં સનાયા સચદેવા કરીનાની એક્ટિંગ કરતી દેખાઈ રહી છે, ત્યારે બીજી તરફ મિયા જાન સૈફ અલી ખાન જેવો લુક્સ રાખ્યો છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

@mj..miyaajaan

send me your video for DUET ##viral ##foru ##foryoupage ##l4l ##foruyou ##fly ##duet

♬ original sound - mj..miyaajaan

 લોકો બન્નેના વીડિયો પર ઘણી કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK