હૅપી એન્ડિંગમાં નાનકડો રોલ કરીને કરીનાને મળી લક્ઝરી વૉચ

Published: 19th November, 2014 05:05 IST

૨૧ નવેમ્બરે સૈફ અલી ખાન અને ઇલિએના ડિક્રુઝને ચમકાવતી ફિલ્મ ‘હૅપી એન્ડિંગ’ રિલીઝ થઈ રહી છે.


એમાં કરીના કપૂર ખાન પણ એક નાનકડો રોલ કરી રહી છે. આ રોલ માટે આમ તો કરીનાએ એક પણ રૂપિયાની ફી નથી લીધી, પણ જાણવા મળ્યું છે કે તેણે આ ફિલ્મમાં નાનકડો રોલ કર્યો એ બદલ તેનો આભાર વ્યક્ત કરવા માટે કો-પ્રોડ્યુસર દિનેશ વિજને તેને એક લક્ઝરી ડિઝાઇનર વૉચ ગિફ્ટમાં આપી છે. દિનેશ વિજન અને સૈફ પાર્ટનર છે, પણ આ દરેક બાબતથી સૈફ તો દૂર જ રહ્યો હતો. કરીના સહિત પ્રીતિ ઝિન્ટા પણ ફિલ્મમાં નાનકડો રોલ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK