ટેલીવિઝન જગતના પૉપ્યુલર એક્ટર કરણવીર બોહરા તાજેતરમાં ફરી પિતા બન્યા છે. તેમની જુડવા દીકરીઓ પહેલાથી હતી અને તે વધુ એક દીકરીના પિતા બન્યા છે. કરણવીર અને ટીજે સિધૂએ પોતાની ત્રીજી દીકરીનું સ્વાગત કરતા આનંદ વ્યક્ત કર્યો છે. તેમની બન્ને જુડવા દીકરીઓ પોતાની બહેનના આવવાથી ખુશ છે. અત્યાર સુધી કરણવીર અને તેમની પત્નીએ ત્રીજી દીકરીનું નામ ભલે ન વિચાર્યું હોય પણ તેની જુડવા દીકરીઓએ નામ રાખી દીધું છે.
પોતાની નાની બહેનને શું કહીને બોલાવે છે કરણવીરની દીકરીઓ?
કરણવીરની દીકરીઓ બેલા અને વિએના પોતાની નાની બહેનને Snowflake નામે બોલાવે છે. કરણવીર બોહરાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા લોહરીની વધામણી આપી છે. આ દમરિયાન તેણે જણાવ્યું કે તેમની બન્ને દીકરીઓ નાની દીકરીને Snowflake કહીને બોલાવે છે. તસવીરમાં કરણવીરની નવજાત દીકરી પણ જોવા મળે છે.
View this post on Instagram
કરણવીરે પોતાની નાની દીકરીની એક તસવીર શૅર કરતા તેનું નામ જણાવ્યું છે (જે તેની બહેનો તેને કહીને બોલાવે છે) અને કહ્યું કે આ તેની પહેલી લોહરી છે. તસવીરમાં પોતાની બન્ને દીકરીઓ સાથે કરણવીર પોતાની નાની દીકરીને ખોળામાં લીધું છે. ફેમિલી પિકમાં તેમની બન્ને દીકરીઓ બેલા અને વિએના પણ જોવા મળે છે.
કરણ ત્રીજી દીકરીના આવવાથી ખુશ છે. જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે અભિનેતાએ એક વીડિયો શૅર કરીને લખ્યું, "હું મારી નસોમાં દોડતી ખુશીના તરંગો વિચારી પણ નથી શકતો...હું વિશ્વાસ નતી કરી શકતો કે હું ત્રણ દીકરીઓનો પિતા બની ગયો છું. યાહૂ... જીવન આથી સુંદર હોઇ જ ન શકે...વિચારો મારા જીવનની ત્રણ રાણીઓ સાથે વિશ્વ ચલાવવું કેવું રહેશે."