Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટરોની અજાણી વાતો ખોલશે કરણ વાહી

ક્રિકેટરોની અજાણી વાતો ખોલશે કરણ વાહી

14 January, 2020 01:21 PM IST | Mumbai Desk
Parth Dave | feedbackgmd@mid-day.com

ક્રિકેટરોની અજાણી વાતો ખોલશે કરણ વાહી

ક્રિકેટરોની અજાણી વાતો ખોલશે કરણ વાહી


ભારતમાં બે ક્ષેત્રમાં લોકોનું ગાંડપણ છે, એક મનોરંજન ક્ષેત્ર જે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પૂરું પાડી રહી છે અને બીજું, ક્રિકેટ. હવે આઇપીએલની સીઝન પર સીઝન યોજાઈ રહી છે અને સફળ જઈ રહી છે.
ઝિંગ ચૅનલ આ બન્ને ક્ષેત્રને જોડીને એક નવો શો શરૂ કરવા જઈ રહી છે જેમાં જાણીતા ક્રિકેટરો આવશે અને ગેમ રમશે. એ ગેમનો મુખ્ય વિષય હશે, મનોરંજન! જાણીતો અભિનેતા અને હોસ્ટ કરણ વાહી ‘ઝિંગ ગેમ ઑન’ નામના આ શોને હોસ્ટ કરશે, જેમાં ક્રિકેટરો પોતાનું ગમતું મ્યુઝિક, ફિલ્મો તથા શોખ વિશે વાતો કરશે અને ગેમ રમશે. ‘ઝિંગ ગેમ ઑન’નો કન્સેપ્ટ એવો છે કે કરણ વાહી આ ક્રિકેટર્સને જુદી-જુદી ઍક્ટિવિટીઝ કરાવશે; જેમ કે સુરેશ રૈના સેક્સોફોન વગાડશે, શિખર ધવન ફ્લ્યુટ વગાડશે તો શ્રેયસ ઐયર રૅપ (ગાઈને) કરીને સ્ટેજ ગજવશે. ટૂંકમાં, ક્રિકેટરોના ફૅન્સે ન જોયેલી બાજુઓ જોવા મળશે. ‘ઝિંગ ગેમ ઑન’ શોમાં શિખર ધવન, યુવરાજ સિંહ, વીરેન્દર સેહવાગ, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ સહિતના ક્રિકેટરો જોવા મળશે. ઝિંગ ચૅનલ પર આ શો ૨૫ જાન્યુઆરીથી વીક-એન્ડમાં એટલે કે શનિ-રવિ દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ‘દાવત-એ-ઇશ્ક’ અને ‘હેટ સ્ટોરી 4’ જેવી ફિલ્મો કરી ચૂકેલો કરણ વાહી આ પ્રકારના શોને હોસ્ટ કરવા માટે જાણીતો છે. તેણે રિત્વિક ધનંજાની સાથે ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર’ તથા ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’ સહિતના શો હોસ્ટ કર્યા છે. માટે કરણના ફૅન્સ પણ આ શો જોવા આકર્ષાશે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 01:21 PM IST | Mumbai Desk | Parth Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK