Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હું ડિસિપ્લિન બિપાશા પાસેથી શીખ્યો છું : કરણ સિંહ ગ્રોવર

હું ડિસિપ્લિન બિપાશા પાસેથી શીખ્યો છું : કરણ સિંહ ગ્રોવર

30 April, 2019 11:24 AM IST | મુંબઈ

હું ડિસિપ્લિન બિપાશા પાસેથી શીખ્યો છું : કરણ સિંહ ગ્રોવર

બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર

બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર


કરણ સિંહ ગ્રોવરે જણાવ્યું હતું કે વાઇફ બિપાશા બાસુએ મને ડિસિપ્લિનમાં રહેતાં શીખવાડ્યું છે. તેઓ રોમૅન્ટિક-થ્રિલર ‘આદત’માં સાથે જોવા મળવાનાં છે. બિપાશા સાથે કામ કરવા વિશે કરણે કહ્યું હતું કે ‘તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. તે ખૂબ જ ડિસિપ્લિનમાં રહે છે. મને લાગે છે કે ડિસિપ્લિનમાં રહેતાં હું તેની પાસેથી જ શીખ્યો છું. હું તેના કરતાં એકદમ વિપરીત છું. તેનામાં ભરપૂર એનર્જી છે અને તે ખૂબ ફની પણ છે. એવી એક પણ ક્ષણ નથી આવી જ્યારે મને તેની સાથે કામ કરવાથી કે તેની સાથે રહીને કંટાળો આવ્યો હોય. હું થોડો ચીપકુ છું, જે સારી ક્વૉલિટી ન ગણાય.

આ પણ વાંચોઃ આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ



હું તેને કહું છું કે મને તારી સાથે કામ કરવાનું ગમે છે. તેની સાથે ઘરમાં, કામ પર અને બધી બાજુએ સમય વિતાવવાનું મને ગમે છે. તેની સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત છે. તે ગ્રેટ પફોર્ર્મર છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 11:24 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK