Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કહાં હમ કહાં તૂમના ડૉ. રોહિત સિપ્પીએ લગાવી સાચી મેંદી!

કહાં હમ કહાં તૂમના ડૉ. રોહિત સિપ્પીએ લગાવી સાચી મેંદી!

07 November, 2019 12:07 PM IST | Mumbai

કહાં હમ કહાં તૂમના ડૉ. રોહિત સિપ્પીએ લગાવી સાચી મેંદી!

કરણ વી ગ્રોવર

કરણ વી ગ્રોવર


સિરિયલોની મૅરેજ-સિક્વન્સિસમાં અભિનેત્રીઓ મોટા ભાગે મેંદીનાં સ્ટિકર્સ લગાવતી હોય છે જેથી એ કાઢવામાં સરળતા રહે, પણ કરણ ગ્રોવરે એનાથી ઊલટું કર્યું
અમદાવાદ ઃ સ્ટાર પ્લસ પર જૂનથી શરૂ થયેલી રોમૅન્ટિક ડ્રામા સિરિયલ ‘કહાં હમ કહાં તૂમ’માં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. રોહિત સિપ્પી અને સોનાક્ષી રસ્તોગીની વાર્તા દર્શકોને પસંદ પડી રહી છે. મેકર્સ પણ દર્શકો બંધાયેલા રહે એ માટે કંઈ ને કંઈ હટકે કરતા રહે છે.
હાલ ચાલી રહેલી સિરિયલો હવે જેન્ડર સ્ટિરિયો ટાઇપ્સ અને જુનવાણી રૂઢિ તોડી રહી છે. થોડા દિવસ પહેલાં એક એપિસોડમાં સોનાક્ષી એટલે કે અભિનેત્રી દીપિકા કકરને તેની ઑન-સ્ક્રીન માતા સાથે સેક્સ-એજ્યુકેશન વિશે ચર્ચા કરતી દર્શાવી હતી. તો ડૉક્ટર રોહિતનું પાત્ર ભજવતા કરણ વી. ગ્રોવરે મેંદી-ફંક્શન માટે હાથ પર મેંદી લગાવી હતી. સામાન્ય રીતે સિરિયલોની મૅરેજ સિક્વન્સિસમાં અભિનેત્રીઓ મેંદીનાં સ્ટિકર્સ લગાડતી હોય છે જેથી તે ફટાફટ નીકળી પણ જાય, પરંતુ કરણ ગ્રોવરે કોઈ ખચકાટ વિના હથેળીમાં સાચી મેંદી મુકાવી હતી.
‘કહાં હમ કહાં તૂમ’ના પ્રોડ્યુસર સંદીપ કિકાંડેએ કરણના મેંદી કરેલી હથેળીનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેનાં વખાણ કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 12:07 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK