Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણ પટેલ દીકરીનો પિતા બન્યો, તેનું નામ સોશ્યલ મીડિયા પર શેર કર્યું

કરણ પટેલ દીકરીનો પિતા બન્યો, તેનું નામ સોશ્યલ મીડિયા પર શેર કર્યું

17 December, 2019 01:31 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કરણ પટેલ દીકરીનો પિતા બન્યો, તેનું નામ સોશ્યલ મીડિયા પર શેર કર્યું

કરણ પટેલ

કરણ પટેલ


લગભગ 7 વર્ષ સુધી ‘યે હૈં મોહબ્બતેં’ સિરિયલમાં વ્યસ્ત રહ્યા પછી હવે જ્યારે સિરિયલ પૅકઅપ કરવામાં આવી છે ત્યારે એની લીડ ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પતિદેવ વિવેક દહિયા સથે લંડનમાં વેકેશન માણે છે તો સ્ક્રીન-હસબન્ડ કરણ પટેલ વાઇફ અંકિતા ભાર્ગવ સાથે પેરન્ટ્હૂડ એન્જૉય કરી રહ્યો છે. મજાની વાત એ છે કે દિવ્યાંકાનો બર્થ-ડે શનિવારે હતો અને શનિવારે જ કરણને ત્યાં દીકરી જન્મી.

બાળકનું નામકરણ પહેલેથી જ મમ્મી-પપ્પાએ નક્કી કરી રાખ્યું હતું. દીકરા માટે એક નામ પસંદ કરવામાં આવ્યું હતું અને જો દીકરી આવે તો પણ એક નામ પસંદ કરી રાખવામાં આવ્યું હતું. કરણને ત્યાં દીકરી આવી એટલે મમ્મી-પપ્પાએ દીકરીનું નામ ‘મહેર’ રાખ્યું છે. મહેરનો અર્થ થાય છે આશીર્વાદ.

કરણે દીકરીનું નામ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર રિવિલ પણ કર્યું. જોકે હજી સુધી તેણે દીકરી મહેરનો ફોટો ક્યાંય જાહેર થવા નથી દીધો. હૉસ્પિટલમાં અંકિતાને મળવા આવતા તમામ ફ્રેન્ડ્સને પણ એ રિક્વેસ્ટ કરે છે કે મહેરનો ફોટો કોઈ સોશ્યલ મીડિયા પર પોસ્ટ ન કરે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2019 01:31 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK