કરણ મહેરા જજ બનશે

Published: Sep 07, 2020, 20:56 IST | Mumbai Correspondent | Ahmedabad

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ કરણ શુભારંભથી લાંબા સમય બાદ સ્મૉલ સ્ક્રીન પર કમબૅક કરશે

કરણ મહેરા
કરણ મહેરા

અમદાવાદ : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી જાણીતો થયેલો કરણ મહેરા હવે કલર્સ ટીવીના શો ‘શુભારંભ’માં જોવા મળશે. ‘યે રિશ્તા...’ પછી કરણ ખાસ પડદા પર નથી જોવા મળ્યો. ગયા વર્ષે કરણે ‘એક ભ્રમ... સર્વગુણ સંપન્ન’માં નાનકડો, પણ મહત્ત્વનો રોલ કર્યો હતો. ‘શુભારંભ’માં પોતાના રોલ વિશે કરણ કહે છે, ‘મને એક સારી સ્ક્રિપ્ટ જોઈતી હતી અને ‘શુભારંભ’માં મારા રોલ વિશે જાણીને હું તરત કામ કરવા તૈયાર થઈ ગયો. હું એક સ્પર્ધામાં જજની ભૂમિકા કરવાનો છું અને આ પાત્ર મેં અગાઉ ભજવેલાં પાત્રો કરતાં અલગ છે. દર્શકોએ મને એકદમ શાલીન વ્યક્તિ તરીકે જોયો છે, પણ શુભારંભમાં હું થોડો ગંભીર રોલ કરી રહ્યો છું.’
પોતાની પર્સનલ લાઇફ અને સિરિયલોમાં બહુ ઓછા રોલ કરવા વિશે કરણે કહ્યું કે હું હાલમાં તો એક પિતાનો રોલ એન્જૉય કરી રહ્યો છું, પણ હવે પાછા કામે લાગવાનો સમય છે અને કૅમેરા ફેસ કરવા આતુર છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK