નેટફ્લિક્સના શો વૉટ ધ લવમાં કરણ જોહર દિલના પ્રશ્નો ઉકેલશે

Published: Jan 29, 2020, 16:07 IST | Parth Dave | Mumbai

લવ-સ્ટોરીના માસ્ટર ગણાતા કરણ જોહર લવ અને રિલેશનશિપ વિશે પોતાના વિચાર રજૂ કરશે

કરણ જોહર
કરણ જોહર

આ વર્ષે નેટફ્લિક્સ પર ‘ઘોસ્ટ સ્ટોરીઝ’થી ખાતું ખોલાવ્યા બાદ ડિરેક્ટર કરણ જોહર ‘વૉટ ધ લવ’ નામનો શો લઈને આવી રહ્યો છે, જેમાં તે ફરી ‘કૉફી વિથ કરણ’ જેવા કન્સેપ્ટ સાથે પાછો આવી રહ્યો છે. જોકે આ વખતે તે માત્ર સેલિબ્રિટી સાથે નહીં, પણ સામાન્ય વ્યક્તિઓ સાથે પણ વાત કરશે. કરણ ‘વૉટ ધ લવ’ શોમાં લવ, રિલેશનશિપ, સેલ્ફ-લવ વગેરે વિશે પોતાના વિચાર રજૂ કરશે તેમ જ સ્પર્ધકોના પ્રશ્નોના ઉકેલ લાવવાની કોશિશ કરશે.

આ શોથી નેટફ્લિક્સ રોમૅન્સને અલગ રીતે વ્યાખ્યાયિત કરવા માગે છે. કરણ જોહર હોસ્ટ તરીકે હોય અને શોમાં સ્ટાર્સ ન હોય એવું કઈ રીતે બને? ‘વૉટ ધ લવ’માં સ્પર્ધકોની મદદ માટે હુમા કુરેશી, સૈફ અલી ખાન, અલી ફઝલ, પરિણીતી ચોપડા, અર્જુન કપૂર, સની લીઓની સહિતના સ્ટાર્સ જોવા મળશે. ૩૦ જાન્યુઆરી એટલે કે આવતી કાલે એ રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK