કરણે દીકરાને પૂછ્યું દેશનું નામ, તો મળ્યો આવો જવાબ, તમે પણ ચોંકી જશો

Published: May 17, 2020, 15:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

ન્સ્ટાગ્રામ પર પણ કરણ સતત પોતાના બાળકોના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી રહ્યો છે. તો પોતાના બાળકોના આ વીડિયો દ્વારા પણ તે સતત ચર્ચામાં છવાયેલો રહ્યો છે અને ફરી એકવાર તેનો આવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

કરણ જોહરને મળ્યો દીકરા પાસેથી આવો જવાબ
કરણ જોહરને મળ્યો દીકરા પાસેથી આવો જવાબ

જ્યારથી લૉકડાઉન શરૂ થયું છે, ત્યારથી ફિલ્મમેકર કરણ જોહર પણ ઘરે જ છે અને પોતાના બાળકોને પોતાનો બધો સમય આપી રહ્યા છે. જો કે, કરણ જોહર છેલ્લા કેટલાક દિવસથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરતાં પણ દેખાય છે કે હવે કરણ પોતાનો બધો સમય બાળકો સાથે મસ્તીમાં પસાર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ કરણ સતત પોતાના બાળકોના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી રહ્યો છે. તો પોતાના બાળકોના આ વીડિયો દ્વારા પણ તે સતત ચર્ચામાં છવાયેલો રહ્યો છે અને ફરી એકવાર તેનો આવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

 

 
 
 
View this post on Instagram

Part quiz! Part school memories! #lockdownwiththejohars ..PS don’t miss his answer about his country! 🙏❤️

A post shared by Karan Johar (@karanjohar) onMay 16, 2020 at 12:10am PDT

હકીકતે, કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પોતાના દીકરા યશ સાથે વાત કરે છે. આ દરમિયાન દીકરા યશએ એક એવો જવાબ આપ્યો કે જેને સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો અને આ ક્યૂટ વીડિયો તમને ગમશે પણ ખરો. આ વીડિયોમાં દેખાય છે કે કરણ જોહર પોતાના દીકરાને કેટલાક પ્રશ્નો પૂછે છે અને દીકરો પણ મસ્તીમાં તેના જવાબ આપે છે.

 
 
 
View this post on Instagram

We started the morning with a dance performance! Watch me being dragged to the dance floor! #lockdownwiththejohars #aankhmarey

A post shared by Karan Johar (@karanjohar) onMay 14, 2020 at 11:13pm PDT

વીડિયોમાં દેખાય છે કે, કરણ જોહરે પોતાના દીકરા યશને તેનું નામ પૂછ્યું. તો તેણે જવાબ આપ્યો યશ કરણ જોહર. તેણે પોતાના શહેરનું નામ પણ સાચું જણાવ્યું, જો કે, કરણ જોહરે તેને દેશનું નામ પૂછ્યું તો યશે જવાબ આપ્યો, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન. આ જવાબ પછી કરણ જોહર પોતે દંગ રહી ગયો, પછી તેણે દીકરાને જણાવ્યું કે દેશનું નામ ઇન્ડિયા છે.

 
 
 
View this post on Instagram

Shower shenanigans! #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) onMay 11, 2020 at 4:40am PDT

કરણ જોહરે લૉકડાઉન શરૂ થયા બાદ ઘણાં વીડિયો શૅર કર્યા છે. જોકે, એકવાર તેણે એક વીડિયો રિટ્વીટ કર્યો જેમાં તેણે મસ્તીનો વીડિયો શૅર કરવા બદલ માફી પણ માગી હતી. કરણ જોહરે જે વીડિયો શૅર કર્યો હતો, તેમાં તે સેલિબ્રિટીઝ પર કટાક્ષ કરવામાં આવ્યો છે, જે મુશ્કેલીના સમયમાં પોતાની શાનદાર લાઇફ સોશિયલ મીડિયા પર બતાવતાં હતા, જેમાં મસ્તી મજાકના વીડિયો સામેલ છે. ત્યાર બાદ કરણ જોહરે પણ લખ્યું હતું કે, "આણે મને અંદર સુધી હલબલાવી દીધા અને મને એહસાસ થયો કે મારી ઘણી પોસ્ટ અન્ય કેટલાય લોકો માટે અસંવેદનશીલ છે... હું તેમની માફી માગું છું અને જણાવવા માગું છું કે મેં આ જાણીજોઇને નથી કર્યું પરંતુ એ પણ સ્પષ્ટ છે કે મેં ભાવનાત્મક દૂરદર્શિતા દર્શાવી નથી...માફી માગું છું."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK