Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સ પાર્ટીના આરોપને કરણે પાયાવિહોણાં જણાવ્યા

ડ્રગ્સ પાર્ટીના આરોપને કરણે પાયાવિહોણાં જણાવ્યા

20 August, 2019 10:47 AM IST | મુંબઈ

ડ્રગ્સ પાર્ટીના આરોપને કરણે પાયાવિહોણાં જણાવ્યા

કરણ જોહર

કરણ જોહર


કરણ જોહરે તેનાં ઘરે આયોજિત પાર્ટીને ડ્રગ્સ પાર્ટી કહેવામાં આવતાં એ આરોપને બકવાસ અને પાયાવિહો‌‌ણાં જણાવ્યાં છે. આ પાર્ટીનો વિડિયો કરણ જોહરે શૅર કર્યો હતો. એ પાર્ટીને અકાળી દળનાં નેતા એમએલએ મનજિન્દર સિંહ સિરસાએ ‘ઉડતા બૉલીવુડ’ નામ આપ્યું હતું. આ તમામ આરોપો પર કરણ જોહરે કહ્યું હતું કે ‘હું ખૂબ જ નર્વસ હતો અને મેં નિવેદન આપવાનું પણ નક્કી કર્યું હતું. મારા વિચારોને પણ મેં સોશ્યલ મીડિયામાં શૅર કરવાનું વિચાર્યું હતું. મારી પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીનાં જે લોકો આવ્યા હતાં તેઓ આખુ અઠવાડિયુ સખત મહેનત કરીને નાઇટ-આઉટને એન્જૉય કરી રહ્યા હતાં. તેઓ ફ્રેન્ડસ સાથે સમય પસાર કરી રહ્યાં હતાં. મેં પૂરી પ્રામાણિકતાથી એ વિડિયો બનાવ્યો હતો. જો એવુ કંઈ હોત તો હું વિડિયો શું કામ બનાવત. હું સ્ટૂપિડ નથી.’
આ પાર્ટીમાં દીપિકા પાદુકો‌ણ, રણબીર કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, વિકી કૌશલ, શાહિદ કપૂર, વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઉપરાંત અનેક સેલિબ્ર‌િટીઝ હાજર હતાં. શાહિદ કપૂરની વાત કરીએ તો તે કદી પણ આલ્કોહૉલનું સેવન નથી કરતો. વિકી કૌશલને લઈને જે ગેરસમજણ ઊભી થઈ હતી એને લઈને કરણ જોહરે કહ્યું હતું કે ‘શું તમે તમારું નાક પણ ખંજવા‍ળી ના શકો.

આ પણ વાંચો : Kangana Ranautએ પહેરી 600 રૂપિયાની સાડી, હાથમાં હતું 2 લાખનું પર્સ



શું તમે તમારો ફોન પાછળની પૉકેટમાં પણ ના રાખી શકો. લાઈટના પ્રતિબિંબને કોઈ પાવડર કેવી રીતે કહી શકે. કેટલાક લોકો વાતો કરી રહ્યાં હતાં, કેટલાક વાઇન પી રહ્યાં હતાં, બસ એટલુ જ હતું. ખરેખર એ આરોપો પાયાવિહો‌‌ણાં છે. આવા આરોપોથી હું હતાશ થયો છું. જે કલ્ચર અને પરંપરામાં મારો ઉછેર થયો છે એ બધુ તમે મારા પાસેથી લઈ લીધુ છે. આ બધા આરોપો વાંચીને મારી મમ્મી પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં કારણ કે એ પાર્ટીમાં તે પણ હાજર હતા. કયા પાવડરની વાત કરો છો? અમે બધા અમારા પ્રોફેશનથી બંધાયેલા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 10:47 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK