શું BCCI અધ્યક્ષ ગાંગુલી પર ફિલ્મ બનાવશે કરણ જોહર?

Published: Feb 24, 2020, 17:59 IST | Mumbai Desk

બોલીવુડ જગતમાં વધુ એક બાયોપિક બનવાની ચર્ચા થઈ રહી છે.

બોલીવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાયોપિક ફિલ્મો બનવાનો સિલસિલો ખૂબ જ જોરશોરમાં ચાલવા લાગ્યો છે. આ વર્ષે પણ બાયોપિક ફિલ્મો પડદા પર દેખાવાની છે. જેમ કે કપિલ દેવની બાયોપિક '83', જયલલિતાની બાયોપિક 'થલાઇવી', ગુંજન સક્સેનાની બાયોપિક 'ગુંજન સક્સેના ધ કારહિલ ગર્લ' સાથે હજી પણ ઘણી ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે. પણ આ બધાં વચ્ચે બોલીવુડ જગતમાં વધુ એક બાયોપિક બનવાની ચર્ચા થઈ રહી છે.

મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે કરણ જોહરને BCCI ઑફિસ બહાર સ્પૉટ કરવામાં આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે કરણ, સૌરવ ગાંગુલી પર ફિલ્મ બનાવવા માગે છે. આ સિલસિલે તે BCCI ઑફિસ પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કરણ પહેલા પણ સૌરવ ગાંગુલી સાથે એક બે વાર મુલાકાત કરી ચૂક્યો છે. જો કે, ફિલ્મને લઈને કોઇ માહિતી સામે આવી નથી અને ન તો કરણ જોહર તરફથી એવું કોઇ નિવેદન સામે આવ્યું છે. પણ છેલ્લા કેટલાક સમયથી થતી અનેક મુલાકાતોથી આ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે કરણ જોહર, સૌરવ ગાંગુલી પર ફિલ્મ બનાવવા માગે છે, એટલે તે સૌરવ ગાંગુલીનો સંપર્ક કરી રહ્યો છે.

આ વર્ષે જે બાયોપિક ફિલ્મો રિલીઝ થવાની છે તેનું નામ છે, '83' આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં હશે. 'થલાઇવી' આ ફિલ્મમાં કંગના રણોત લીડ રોલમાં હશે, 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' આ ફિલ્મમાં જાન્હવી કપૂર લીડ રોલમાં હશે, 'સરદાર ઉધમ સિંહ' આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં હશે, 'પૃથ્વીરાજ' આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે, 'મૈદાન' આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં હશે, 'સાઇના નેહવાલ બાયોપિક' આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા લીડ રોલમાં હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK