Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રગ્સ કેસ: કરણ જોહરે આખરે તોડી ચૂપકીદી, જાહેર કર્યું નિવેદન

ડ્રગ્સ કેસ: કરણ જોહરે આખરે તોડી ચૂપકીદી, જાહેર કર્યું નિવેદન

26 September, 2020 12:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડ્રગ્સ કેસ: કરણ જોહરે આખરે તોડી ચૂપકીદી, જાહેર કર્યું નિવેદન

કરણ જોહર

કરણ જોહર


અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે દિપીકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash), અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાની શુક્રવારે પૂછપરછ કરી હતી. આ દરમિયાન કરણ જોહર (Karan Johar)એ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને તેમા સ્પષ્ટતા કરી છે કે, ‘હું ડ્રગ્સ લેતો નથી કે એને પ્રમોટ પણ કરતો નથી’.

કરણ જોહરે સોશ્યલ મીડિયા પર નિવેદન કાહેર કર્યું છે. જેમાં તેણે ચોખવટ કરી છે કે, 'હું ક્યારેય ડ્રગ્સ લેતો નથી અને એને પ્રમોટ પણ કરતો નથી. મારા પરિવાર, મિત્રો અને ધર્મા પ્રોડક્શન વિશે જે પણ વાતો થઈ રહી છે એ બધી બકવાસ છે'.



કરણ જોહેરે નિવેદનમાં કહ્યું છે કે, 'કેટલીક ન્યૂઝ ચેનલ, પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ખોટી રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે કે મેં 28 જુલાઈ, 2019ના રોજ મારા ઘરે પાર્ટી રાખી હતી, એમાં ડ્રગ્સનો યુઝ થયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરા મારા નજીકના મિત્રો છે. હું ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું કે, હું તેમને પર્સનલી જાણતો નથી અને આ બન્નેમાંથી કોઈપણ મારો ખાસ મિત્ર નથી. અનુભવ ચોપરા મારી કંપની ધર્મા પ્રોડક્શનના કર્મચારી નહોતા. તેમણે 2011 અને 2013 દરમિયાન ઈન્ડિપેન્ડન્ટલી કંપની સાથે બે પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. ક્ષિતિજ રવિ પ્રસાદ નવેમ્બર 2019માં ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલી કંપની ધર્મમેટિક એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાયેલો હતો. તે માત્ર પ્રોજેક્ટ માટે કોન્ટ્રેક્ટ બેઝ પર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતો. આ લોકો તેમની પર્સનલ લાઈફમાં શું કરે છે એના માટે હું કે ધર્મા પ્રોડક્શન જવાબદાર નથી.'



આ નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, 'મેં 2019માં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ આરોપ ખોટા છે. હવે હું ફરી એક વાર સ્પષ્ટતા કરવા માગું છું કે આ તમામ અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. મારા ઘરમાં થયેલી પાર્ટીમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થયો નોહતો'.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2020 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK