Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહર બે મહિના બાદ ટ્વીટર પર પાછો તો આવ્યો પણ...થઇ ગયો ટ્રોલ

કરણ જોહર બે મહિના બાદ ટ્વીટર પર પાછો તો આવ્યો પણ...થઇ ગયો ટ્રોલ

23 August, 2020 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહર બે મહિના બાદ ટ્વીટર પર પાછો તો આવ્યો પણ...થઇ ગયો ટ્રોલ

કરણ જોહર અને સુશાંત સિંહ રાજપુત

કરણ જોહર અને સુશાંત સિંહ રાજપુત


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કેસ હવે CBI ના હાથમાં છે. અભિનેતાના ફેન્સનું માનવું છે કે સુશાંતનું મર્ડર થયું છે. સોશ્યિલ મિડિયામાં તેને ન્યાય આપવા માટે માગણી થઈ રહી છે. #ArrestSSRKillers સાથે ટ્વીટરમાં લાખો પોસ્ટ ફરવાની સાથે બે મહિના બાદ ટ્વીટરમાં કમબેક કરનારા કરણ જોહર (Karan Johar)ને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

સીબીઆઈના હાથમાં કેસ આવ્યા બાદ આ કેસનાં ઘણા પાસાઓ ઉપર પ્રકાશ પડ્યો છે, જેની અપડેટ્સ ફેન્સ સોશ્યિલ મીડિયામાં શૅર કરી રહ્યા છે. તેમ જ પ્રોડ્યુસર સંદિપ સિંઘ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે રિયા આ કેસમાં ફક્ત પ્યાદું છે, ખરો ક્રાઈસીસ મેનેજર સંદિપ સિંઘ છે. જોકે આ બધાનો માસ્ટરમાઈન્ડ કોઈ ખૂબ જ પાવરફૂલ છે.



અન્ય એક યુઝરે કહ્યું કે, રિયાએ કૂપર હોસ્પિટલમાં સુશાંતની ડેડબોડી જોઈને ‘સૉરી બાબુ’ કીધુ એની પાછળ પણ કોઈ સ્ટોરી હશે. દેશને આ સૉરીબાબુની વાર્તા પણ ખબર પડવી જોઈએ.


યુઝર્સે બે મહિના બાદ પરત ફરેલા કરણ જોહરને પણ છોડ્યો નથી. છેલ્લે 14 જૂને કરણ ટ્વીટરમાં એક્ટિવ હતો. નેપોટિઝમ વગેરેની ચર્ચાઓ એ જોર પકડ્યું અને કરણ જે સતત સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેતો તે શાંત થઇ ગયો. પરંતુ સુશાંતના ફેન્સ કરણ જોહરને ટ્રોલ કરવાનું ભૂલ્યા નહીં.

કરણે શનિવારે તેના વેરિફાઈડ અકાઉન્ટથી લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ આપી હતી. તેણે લખ્યું કે, ‘ગણેશજીની શક્તિથી તમને સુરક્ષા મળે અને તમારા પ્રિયકરોને પણ રક્ષા મળે, તેમ જ તેમના પાવરથી સકારાત્મકતા અને પ્રેમ ફેલાય....સુરક્ષિત રહો.’


યુઝર્સે વળતો જવાબ આપ્યો કે, ‘જુઓ કોણ સકારાત્મકતા અને પ્રેમ ફેલાવવાની વાત કરે છે. કોફી વિથ કરણ શો (Coffee with Karan)નો મુખ્ય હેતુ નકારાત્મકતા, નફરત અને દમદાટી ફેલાવવાનો હોય છે. તુ દ્વિ-મુખા રાક્ષસ છે. તું તૈયાર રહેજે, તે જે કર્મ કર્યા છે તેનું ફળ તને મળવાનું છે #ArrestSSRKillers.’

અન્ય એક યુઝરે કહ્યું કે, ‘તમારા આ માયાળુ શબ્દો માટે આભાર. જોકે ગણેશ ભગવાન સારા લોકોની સુરક્ષા કરે છે ખરાબ લોકોની નહીં. કમનસીબે તારા આ વાક્યો તારા ઉપર લાગુ થતા નથી. તારું હૃદય કોલસાથી પણ કાળુ છે અને તે તારી આત્મા રાક્ષસને વેચી દીધી છે.’

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2020 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK