આખરે કરણ જોહરે મધુર ભંડારકરની માફી માગી

Published: 26th November, 2020 19:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કરણ જોહરે સોશ્યલ મીડિયામાં પણ આ બાબતે શૅર કર્યું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ટાઈટલ વિવાદમાં ફિલ્મમેકર મધુર ભંડારકરે ફરી ધર્મા પ્રોડક્શન બાબતે નારાજગી વ્યક્ત કરી છે. મધુર ભંડારકરે 19 નવેમ્બરથી અત્યાર સુધી ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન (IMPPA) તરફથી 2, ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિયેશન (IFTDA) તરફથી એક તથા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ (FWICE) તરફથી 2 નોટિસ મોકલી હતી. જોકે, ધર્માએ અત્યાર સુધી કોઈ પણ એસોસિયેશનને જવાબ આપ્યો નથી. પરંતુ આખરે કરણ જોહરે મધુર ભંડારકરની માફી માગી છે. કરણ જોહરે સોશ્યલ મીડિયામાં પણ આ બાબતે શૅર કર્યું છે.

મધુરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'અમારી ફિલ્મનું ટાઈટલ 'બોલિવૂડ વાઈવ્સ'ના દુરુપયોગ અંગે 19 નવેમ્બરથી અત્યાર સુધી ધર્મા પ્રોડક્શનને નોટિસ મોકલવામાં આવી. તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓફિશિયલ સંસ્થા છે. અત્યાર સુધી કોઈ પણ એસોસિયેશનને ધર્મા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.'

23 નવેમ્બરના રોજ મધુર ભંડારકરે ટ્વીટમાં કહ્યું હતું, 'ફિલ્મ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ધર્મા પ્રોડક્શનને 'બોલિવૂડ વાઈવ્સ' ટાઈટલ આપવાની ના પાડી હતી. આનાથી ખબર પડે છે કે ધર્માએ અમારા ટાઈટલ 'બોલિવૂડ વાઈવ્સ'નો દુરુપયોગ કર્યો છે.'

અગાઉ કરણ જોહરના વેબ રિયાલિટી શો 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુરે કરન પર તેની ફિલ્મ 'બોલિવૂડ વાઈવ્સ'નું ટાઈટલ ચોરી લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રિય કરણ જોહર, તમે અને અપૂર્વ મેહતાએ મારી પાસે 'બોલિવૂડ વાઇવ્સ' ટાઈટલની માગ કરી હતી પણ મેં ના પાડી દીધી હતી કારણકે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'નો ઉપયોગ કરી લીધો. પ્લીઝ મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવા વિનમ્ર અપીલ કરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK