તખ્ત માટે આકર્ષક લોકેશન શોધવા રાજસ્થાન પહોંચ્યો કરણ જોહર

Published: Jan 07, 2020, 13:25 IST | Mumbai

કરણ જોહર તેની ‘તખ્ત’ માટે સુંદર અને રળિયામણાં લોકેશન શોધવા માટે રાજસ્થાન પહોંચ્યો છે.

કરણ જોહર
કરણ જોહર

કરણ જોહર તેની ‘તખ્ત’ માટે સુંદર અને રળિયામણાં લોકેશન શોધવા માટે રાજસ્થાન પહોંચ્યો છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડણેકર અને અનિલ કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં ભારતીય ઇતિહાસનાં મોગલકાળની સ્ટોરી દેખાડવામાં આવશે. આ હાઇ બજેટની ફિલ્મની રિલીઝની તારીખની હજી સુધી નક્કી નથી કરવામાં આવી. ફિલ્મમાં શાહજહાંનાં દિકરા દારા શિકોહનું પાત્ર રણવીર ભજવશે. તો તેનાં નાના ભાઈ ઔરંગઝેબની ભૂમિકામાં વિકી કૌશલ જોવા મળશે. કરીના શાહજહાંની દીકરી જહાંઆરાની ભૂમિકામાં, તો ભૂમિ પેડણેકર નાદિરા બાનુ બેગમનાં પાત્રમાં જોવા મળશે. આલિયા દિલરસ બાનુ બેગમ, જાહ્નવી ઝૈનબદી મહલની ભૂમિકામાં જોવા મળશે. તો અનિલ કપૂર શાહજહાં બન્યો છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે. રાજસ્થાનનાં લોકેશનનાં કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘તખ્ત’ની રૅકી શરૂ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK