કરણ અને કાજોલ ફરી દોસ્ત બની ગયા

Published: 27th October, 2014 05:14 IST

એક વખતનાં બેસ્ટ ફ્રેન્ડ્સ ગણાતાં કાજોલ અને કરણ જોહર વચ્ચે ઘણા વખતથી બોલવાના સંબંધ નહોતા, પરંતુ બન્ને હવે મતભેદોનો અંત આણીને ફરી દોસ્ત બનવા માગતાં હોય એવું લાગી રહ્યું છે.

ઘણા વખત પછી તેઓ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ મુંબઈની હરકિસનદાસ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું એ સમારંભમાં બન્ને સાથે બેઠેલાં જોવા મળ્યાં હતાં. એ સમારંભમાં તેમના વ્યવહાર વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે ‘છ મહિનાની કિટ્ટા પછી બન્ને ખૂબ જ મૈત્રીભાવથી વાતો કરતાં જોવા મળ્યાં હતાં. અગાઉ કોઈ પણ પ્રસંગે બન્ને સામસામે આવી જતાં ત્યારે તેમનામાં જે અણગમો જોવા મળતો હતો એ આ પ્રોગ્રામમાં નહોતો જોવા મળ્યો. શરૂઆતમાં કાજોલ કરણના કોઈક જોક પર ખડખડાટ હસતી જોવા મળી હતી.’વીસેક વર્ષથી દોસ્તી ધરાવતા આ બન્ને જણ છેલ્લે ગયા ઑગસ્ટમાં મનીષ મલ્હોત્રાના ફેશન-શો દરમ્યાન જોવા મળ્યાં ત્યારે એકમેક સાથે વાત નહોતાં કરતાં અને દૂર-દૂર બેઠાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK