Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પત્ની સાથે રાઇડ પર ગયેલા કપિલ શર્માએ રસ્તા પર પક્ષીઓને જોઈ થોભાવી કાર..

પત્ની સાથે રાઇડ પર ગયેલા કપિલ શર્માએ રસ્તા પર પક્ષીઓને જોઈ થોભાવી કાર..

30 July, 2019 05:41 PM IST | મુંબઈ ડેસ્ક

પત્ની સાથે રાઇડ પર ગયેલા કપિલ શર્માએ રસ્તા પર પક્ષીઓને જોઈ થોભાવી કાર..

કપિલ શર્મા સાથે પત્ની ગિન્ની ચતરથ (ફાઇલ ફોટો)

કપિલ શર્મા સાથે પત્ની ગિન્ની ચતરથ (ફાઇલ ફોટો)


કૉમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં જ પપ્પા બનવાના છે. હાલ તે કામમાંથી બ્રેક લઇને પત્ની ગિન્ની ચતરથ સાથે કૅનેડામાં બેબીમૂન પર ગયા છે. વિદેશમાં કપિલ અને ગિન્ની ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે. કૉમેડિયન કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સરસ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પત્ની ગિન્ની સાથે કાર રાઇડ પર નીકળ્યો છે. વીડિયો સાથે કપિલે ભારતીયોને ખાસ મેસેજ પણ આપ્યો છે.

વીડિયોમાં કપિલ કૅનેડાના સુંદર શહેર બ્રિટિશ કોલમ્બિયામાં ફરવા નીકળ્યો છે. કારમાં કપિલ પત્ની ગિન્ની અને તેના મિત્રો સાથે બેઠા છે. રસ્તા પર કાર ચલાવતી વખતે કપિલને થોભવું પડે છે. હકીકતે, કૉમેડિયનની ગાડીની સામે ઘણાંબધાં પક્ષીઓ આવી ગયા, જે રોડ ક્રૉસ કરી રહ્યા છે. પક્ષીઓને જોઈને કપિલે ગાડી સાઇડમાં થોભાવી. જ્યાર સુધી બધાં પક્ષીઓએ રોડ ક્રૉસ ન કરી લીધી, ત્યાર સુધી કપિલ આગળ વધ્યો નહીં.



 
 
 
View this post on Instagram

How beautiful is this ? #beautiful #britishcolumbia #nature #naturelovers #love #youandme ❤️

A post shared by Kapil Sharma (@kapilsharma) onJul 29, 2019 at 1:38pm PDT


વીડિયોમાં કપિલ બોલી રહ્યો હતો કે, "હવે તેમનો વારો છે એટલે આપણને અત્યારે રોકાવું પડશે. તેથી જ્યાં સુધી તે ક્રૉસ ન કરી લે અમે નહીં જઈ શકીએ. કાશ આ નિયમ આપણે આપણાં દેશમાં પણ ફૉલો કરી શકીએ."


 
 
 
View this post on Instagram

Hey guys, meet Red.. he's got something to tell you, stay tuned for more ??

A post shared by Kapil Sharma (@kapilsharma) onJul 25, 2019 at 2:47am PDT

વીડિયો શેર કરતાં કપિલ શર્માએ લખ્યું કે, "How beautiful is this ? #beautiful#britishcolumbia #nature #naturelovers #love #youandme ❤️"

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

થોડાં દિવસો પહેલા જ કપિલ શર્માએ પોતાની પત્ની ગિન્ની ચતરથની પ્રેગ્નેન્સી સ્વીકારી. પિતા બનવાને લઈને કપિલ શર્મા ખૂબ જ ઉત્સાહિત છે. તેનું કહેવું છે કે બાળકોને લઇને સૌથી વધુ ઉત્સાહિત તેમની માતા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલનો કૉમેડી શૉ જબરજસ્ત ચાલે છે. આ સિવાય કપિલે ધ એન્ગ્રી બર્ડ્સ 2ના હિન્દી વર્ઝન માટે ડબ પણ કર્યું છે. સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 05:41 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK