કપિલ શર્મા પણ થયો શોષણનો શિકાર, આ વ્યક્તિએ જબરદસ્તી કરી હતી કિસ

Feb 11, 2019, 16:19 IST

એક એવી ઘટના સામે આવી છે કે તે ખુદ કપિલ શર્મા જ શરમને કારણે પોતાનું મોં છુપાવવું પડ્યું હતું. જોકે આ વાત ખુદ તેણે પોતે જ જાહેર કરી હતી. કપિલ ખુદ શોષણનો શિકાર બન્યો હતો તેવી વાત તેણે પોતાના શોમાં કરી હતી.

કપિલ શર્મા પણ થયો શોષણનો શિકાર, આ વ્યક્તિએ જબરદસ્તી કરી હતી કિસ
કપિલ તેના જ લગ્નમાં શોષણનો શિકાર બન્યો

કોમેડિયન કપિલ શર્માની લોક ચાહના હાલ ભારત જ નહી પણ વિશ્વભરમાં ફેલાઇ રહી છે. લાખો લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેવામાં એક એવી ઘટના સામે આવી છે કે તે ખુદ કપિલ શર્મા જ શરમને કારણે પોતાનું મોં છુપાવવું પડ્યું હતું. જોકે આ વાત ખુદ તેણે પોતે જ જાહેર કરી હતી. કપિલ ખુદ શોષણનો શિકાર બન્યો હતો તેવી વાત તેણે પોતાના શોમાં કરી હતી.

કપિલ શર્મા થયો શોષણનો શિકાર


કપિલ શર્માએ તેના લગ્ન સાથે જોડાયેલુ એક મોટુ રાજ ખોલ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમના લગ્નમાં કોઈ તેમને જબરદસ્તી કીસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. આ પહેલાના અઠવાડિયામાં સેબેબ્રિટી મહેમાન શિલ્પા શેટ્ટીએ ટીમ સુપર ડાંસર સાથે હાજરી આપી હતી. શૉ પર શિલ્પા શેટ્ટી અને કપિલ શર્માએ ખૂબ મસ્તી કરી હતી. કપિલે આ દરમિયાન તેના લગ્ન સાથે જોડાયેલો એક અનોખો કિસ્સો સંભળાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ' મારા લગ્નમાં એક વ્યક્તિએ હતો જે તેમના દરેક પ્રસંગમાં હાજર હતો અને તેણે મને શુભેચ્છા આપવાના બહાને મારા ગાલ પર કીસ કરી હતી.' મહત્વની વાત એ છે કે કપિલ શર્મા આ શખ્સને ઓળખતો જ નથી. આ ઘટના પછી કપીલે આ વ્યક્તિને સબક સિખવાડવાનું નક્કી કર્યું હતું.

આમ તો શિલ્પા શેટ્ટી અને અનુરાહ જેટલા ગંભીર દેખાય છે તે એટલા જ પ્રેંક પણ કરે છે. શિલ્પાએ કહ્યું હતું કે, હમણા જ થોડા સમય પહેલા તેણે અનુરાગની ચામાં મીઠું નાખી દીધુ હતું. જ્યારે અનુરાગ શિલ્પાના ફોનથી તેની જ બહેનને મેસેજ કર્યો હતો કે શિલ્પા પ્રેગ્નેન્ટ છે. મસ્તીના સફરમાં શિલ્પા અને અનુરાગ સાથે ગીતા કપૂર પણ જોડાઈ હતી.

 

આ પણ વાંચો: હું રેસિસ્ટ ન હોવાથી કોઈ મને એ કહે એ પસંદ નથી : ઈશા ગુપ્તા

 

એકવાર ફરી શરૂ થયેલા કપિલ શર્માનો શૉ દર્શકોને ખુબ હસાવી રહ્યો છે અને પ્રશંસકો પણ તેને એટલો જ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ એક લડકી કો દેખા ફિલ્મની સ્ટાર કાસ્ટ કપિલ શર્માના શૉમાં પહોંચી હતી. જ્યા રાજકુમાર રાવને કપિલ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે પુછ્યું હતું. રાજકુમાર રાવે જવાબ આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કપિલ શર્માથી નારાજ છે. આ બાબત કપિલ શર્માએ કરેલા ટ્વિટની છે જોકે કપિલ શર્માએ શૉના સ્ટેજ પરથી વડાપ્રધાન મોદી સામે માફી માગી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK