કપિલ શર્માએ પ્રેગ્નેન્સી દરમિયાન શેર કરી ગિન્ની ચતરથની તસવીર, ચહેરા પર દેખાયો એક્સ્ટ્રા ગ્લો

Published: Jun 01, 2019, 13:45 IST

કપિલ શર્માએ ગિન્નીની પ્રેગ્નેન્સીની ખબર પડ્યા બાદ પોતાના કૉમેડી શો 'ધ કપિલ શર્મા શો'ની શૂટિંગને રીશેડ્યૂલ કરી છે. કપિલ વધુમાં વધુ સમય ગિન્ની સાથે પસાર કરવા માગે છે.

ધર્મેન્દ્ર સાથે પોઝ આપતાં ગિન્ની ચતરથ અને કપિલ શર્મા
ધર્મેન્દ્ર સાથે પોઝ આપતાં ગિન્ની ચતરથ અને કપિલ શર્મા

કોમેડિયન કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથની પ્રેગ્નેન્સીને લઇને સતત ચર્ચા થઇ રહી છે. ડિસેમ્બર 2018માં બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા. કપિલ શર્માના ઘરે જલ્દી જ એક નાનકડું મહેમાન આવવાનું છે. આ પ્રેગ્નેન્સીની ખબરો વચ્ચે કપિલ શર્માએ પત્ની ગિન્ની ચતરથની પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં કપિલ અને ગિન્ની બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર સાથે પોઝ આપતા જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

#celebrations #love #blessings #akashshlokawedding 🎂🙏 @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) onMar 11, 2019 at 11:43am PDT

ગિન્ની ચતરથ ફોટોમાં પીળા રંગની ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં દેખાય છે. તેણે ગળામાં મંગળસૂત્ર, હાથમાં ચૂડો પહેરી રાખ્યા છે. તો તેના ચહેરા પર પણ ખૂબ જ લાઇટ મેકઅપ છે. આ તસવીરમાં કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથના ચહેરા પર એક્સ્ટ્રા ગ્લો જોવા મળે છે. તે આ લૂકમાં ખૂબ જ સુંદર દેખાય છે. તો કપિલે વાઇટ એન્ડ બ્લૂ લાઇન્સવાળું શર્ટ અને બ્લૂ ડેનિમ સાથે ગોગલ્સ લગાડ્યા છે. સાથે જ ધર્મેન્દ્ર વાઇટ શર્ટ અને બ્લૂ જીન્સ અને સાથે કૅપ પહેરી છે. ત્રણે આ ફોટોમાં એકસાથે ખૂબ જ ખુશ જોવા મળે છે. કપિલ શર્માએ ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે, 'બન્નેનો પ્રેમ......!'

 
 
 
View this post on Instagram

Love u both 😘😘😘 @aapkadharam @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) onMay 31, 2019 at 4:56am PDT

ડિસેમ્બર છે ગિન્નીની ડ્યૂ ડેટ

આમ તો પ્રેગ્નેન્સીના સમાચારને લઇને કપિલ તરફથી કોઇપણ નિવેદન આવ્યું નથી. પણ મુંબઇ મિરરે પોતાની રિપોર્ટમાં આ વાત કન્ફર્મ જણાવી છે. કપિલ અને ગિન્નીના પરિવારવાળાનો આ ખુશખબરી વિશે થોડાં દિવસ પહેલા જ જાણ થઇ. કપિલની પત્ની ગિન્ની પ્રેગ્નેન્ટ છે અને તેની ડ્યૂ ડેટ પ્રમાણે તે ડિસેમ્બરમાં તે બાળકને જન્મ આપશે.

આ પણ વાંચો : Happy Birthday Nargis Dutt: નરગિસને બચાવવા આગમાં કૂદી પડ્યા સુનીલ દત્ત

ગિન્ની સાથે વધુમાં વધુ સમય વિતાવે છે કપિલ

કપિલ શર્માએ ગિન્નીની પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા બાદ કપિલ પોતાના કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શો'ની શૂટિંગ પણ રીશેડ્યુલ કરી છે. કપિલ વધુમાં વધુ સમય ગિન્ની સાથે વિતાવવા માગે છે. આ જ કારણે તેણે પોતાની શૂટિંગના સમયમાં પણ ફેરફાર કર્યો છે. શૂટિંગ સેટ પર ગિન્ની પણ કપિલને મળવા આવતી રહે છે જેનાથી બન્ને વધુ સમય એક સાથે પસાર કરી શકે. સાથે જ ઘરે કપિલની માતા ગિન્નીનું ધ્યાન રાખે છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK